હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકરી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા


SHARE





મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા

મોરબીના સતનામનગરમાં આવેલ હરીદર્શન એપાર્ટમેન્ટના બ્લોક નંબર 301 માં જુગાર રમતા 7 શખ્સોની 7.16 લાખની રોકડ સાથે ધરપકડ કરી હતી જયારે વિશાલદીપ કમ્પાઉન્ડ સોસાયટીમાં ઘરમાંથી 7 અને રણમલપુર ગામે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોની સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડમાં ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબીના સતનામનગરમાં આવેલ હરીદર્શન એપાર્ટમેન્ટના બ્લોક નંબર 301 માં રહેતા મયુરભાઈ છગનભાઈ કાસુંદ્રાના મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી મયુરભાઈ છગનભાઈ કસૂન્દ્રા (33) તથા રાજેશભાઈ મગનભાઈ વાછાણી (44) રહે. અવની ચોકડી એન્ટીકા એપાર્ટમેન્ટ મોરબી, નીતિનભાઈ લવજીભાઈ ગામી (54) રહે. પાટીદાર ટાઉનશીપ બ્લોક નંબર 202 ટિંબડી પાટીયા મોરબી, હરેશભાઈ રામજીભાઈ કૈલા (40) રહે. હરીનગર ઘૂટું, પંકજભાઈ રમેશભાઈ ગામી (33) રહે. 501 દેવ હાઇટ્સ ક્રિષ્ના સ્કૂલ વાળી શેરી રવાપર, અંતુભાઈ જગદીશભાઈ શર્મા (40) રહે. રાધાપાર્ક સોસાયટી, વાવડી રોડ મોરબી, જયદિપભાઇ ઉર્ફે કાનો દામજીભાઈ ભટાસણા (35) રહે. 201 તુલસી કલ્પ એપાર્ટમેન્ટ ઓમ પાર્ક સોસાયટી નાની કેનાલ રોડ મોરબી તથા ભરતભાઈ ગોવર્ધનભાઈ સવસાણી (52) રહે. અવની ચોકડી સોહમ પેલેસ 202 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 7,16,000 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીના લાલપર ગામ નજીક રાધે હોટલ પાછળ વિશાલદીપ કમ્પાઉન્ડ સોસાયટીમાં રહેતા ભરતભાઈ મહેતાના મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મુકેશભાઈ લખમણભાઇ ઠોરીયા રહે. સોઓરડી મોરબી, ગોપાલભાઈ મોહનભાઈ ડાભી રહે. સોઓરડી મોરબી, જયંતીભાઈ રવજીભાઈ ડાભી રહે. લાલપર અમિતભાઈ દિનેશભાઈ ઠોરિયા રહે, લાલપર, રાજેશભાઈ રમેશભાઈ સનારીયા રહે. મહેન્દ્રનગર, પંકજભાઈ જીવરાજભાઈ પરમાર રહે. ભીમરાવનગર મોરબી અને મનોજભાઈ હીરાભાઈ પરમાર રહે. ટિંબડી પાટિયા પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 38,500 ની રોકડ કબજે કરી હતી અને 7 શખ્સોની ધરપકડ કરી હતી જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી ભરતભાઈ કાંતિલાલ મહેતા હાજર ન હોય તેના સહિત 8 શખ્સોની સામે ગુનો નોંધાયો છે. અને ઘરધણીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. જયારે હળવદના રણમલપુલ ગામની સીમમાં સંજયભાઈ પટેલની વાડીની બાજુમાં જાહેરમાં જુગારની  રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મેહુલભાઈ જયંતીભાઈ દવે (28), નાગરભાઈ કાનજીભાઈ પાટડીયા (45), બીપીનભાઈ વાસુદેવભાઈ થલોદા (36), મહેશભાઈ જયંતીભાઈ પારેજીયા (30) અને હર્ષદભાઈ વાસુદેવભાઈ વરમોરા (36) રહે. બધા રણમલપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 58,100 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News