મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો
ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો
SHARE
ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો
મોરબી સિરામિક ઉદ્યોગ માટે દેશભરમાં આગવી ઓળખ ધરાવે છે હવે નવી પેઢીની વૈશ્વિક પ્રતિભાથી પણ પોતાની ઓળખ વિશ્વફલક પર મોરબી અંકિત કરી રહ્યું છે. મોરબીમાં આવેલ ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ (New Era Global School, Morbi) ના વિદ્યાર્થી અચ્યુત પાડલિયા અને અંશ કોરવાડિયાએ યુકેના ઓક્ક્ષ્ફોર્ડ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત “Exploring AI” Programme માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી મોરબીના ગૌરવ વધાર્યું છે.
આ સિદ્ધિને વધુ વિશિષ્ટ બનાવતી બાબત એ છે કે આ પ્રોગ્રામ માટે 13થી 15 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓની હજારો એપ્લીકેશન આવી હતી અને આ સ્પર્ધા માટે પસંદગી પ્રક્રિયા બાદ માત્ર ૩૦ વિદ્યાર્થીઓને જ પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ સમાવેશ થાય છે. ઉલેખનીય છે કે, સમગ્ર મોરબીમાંથી પ્રથમ વખત વિદ્યાર્થીઓ આ પ્રતિષ્ઠિત પ્રોગ્રામ માટે પસંદ થયા છે, અને પ્રથમ જ વખત ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના એક નહીં પરંતુ બે વિદ્યાર્થીઓએ એકસાથે પસંદ કરવામાં આવ્યા આટલું જ નહીં મોરબીનું નામ ઓક્સફર્ડ યુનિ. સુધી રોશન કર્યું છે. આ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સફરમાં માત્ર 13 વર્ષના અચ્યુત પાડલિયાએ 100 માંથી 96 ગુણ અને માત્ર 14 વર્ષના અંશ કોરવાડિયાએ 100 માંથી 93 ગુણ મેળવી A+ ગ્રેડ હાંસલ કર્યો છે. જે ઉંમરે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ટેક્નોલોજીની દુનિયાને સમજવાની શરૂઆત કરતા હોય છે, એ જ ઉંમરે આ બંને વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઇંટેલિજન્સી જેવા ભવિષ્યની દુનિયાને આકાર આપતા ક્ષેત્રમાં ઓક્સફર્ડ સુધી પહોંચીને પોતાની પ્રતિભાની આગવી છાપ છોડી છે. આ સિદ્ધિની ચમક માત્ર મેળવેલા ગુણોમાં નથી તેની સાચી વિશેષતા એ છે કે મોરબીના બે વિદ્યાર્થીઓએ નાની ઉંમરે પોતાના સપનાઓને શહેરની સીમાઓમાંથી બહાર કાઢીને વૈશ્વિક આકાશ આપ્યું છે. આજે જ્યારે એઆઈ વિશ્વના શિક્ષણ, ટેક્નોલોજી અને કારકિર્દીની દિશા બદલી રહ્યું છે, ત્યારે 13 અને 14 વર્ષની ઉંમરે મોરબીથી ઓક્સફર્ડ સુધીની આ શૈક્ષણિક ઉડાન ખરેખર ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી સિદ્ધિ છે.ત્યારે સંસ્થાના સંચાલક હાર્દિકભાઈ પાડલિયાએ જણાવ્યુ હતું કે, ઉંમર નાની હોઈ શકે છે સપનાં નહીં. જો વિદ્યાર્થીઓને સાચી દિશા સમયસર મળે અને વિદ્યાર્થી અડગ મહેનત કરે તો દુનિયાનું કોઈ પણ મંચ તેનાથી દૂર નથી. તે વાતને આજે ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બંને વિદ્યાર્થી સાબિત કરી આપેલ છે. અને મોરબીથી ઓક્સફર્ડ સુધી આ માત્ર બે વિદ્યાર્થીઓની સફળતા નથી પરંતુ વૈશ્વિક સ્પર્ધામાં પોતાનું સ્થાન બનાવી મોરબીની નવી પેઢીએ વિશ્વફલક તરફ ભરેલી ગૌરવભરી છલાંગ છે.