ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
SHARE
ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
હળવદ તાલુકાના સરંભડા ગામ પાસેથી પસાર થતી 220 કેવીની સરકરી વીજ લાઈન પસાર થાય છે તેનો વાયર આજે સવારે કોઈ કારણસર તૂટી પડ્યો હતો અને ખેડૂતે પોતાના ખેતરમાં મગફળીના પાકનું વાવેતર કર્યું હતું ત્યાં વાર તૂટી પડવાના કારણે હાલમાં અનેક ખેડૂતોના ખેતરમાં વીજ ઉપર કારણો બાલી ગયા છે. અને ખેડૂતોને જીવનું પણ જોખમ હોય તેવો ઘાટ સર્જાયો છે
છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો તેની ભાવિ પેઢીને ખેતીની સાથે જોખમ આપવા નથી માંગતા એટલા માટે તેઓને વળતર પણ નથી જોઈતું અને થાંભલા પણ નથી જોઈતા તેવી માંગ સાથે ખેતરમાંથી થાંભલાને ખસેડવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે દરમિયાન જે રીતે ખેડૂતો જોખમની વાત કરી રહ્યા છે અને તેઓ પોતાના ખેતરની અંદર વીજપોલ આવવાના કારણે પોતાના જીવના જોખમે ખેતરમાં કામ કરશે તેવી જ ઘાટ આજે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સરંભડા ગામે જોવા મળ્યો છે આજે સરંભડા ગામે ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી 220 કેવીની વીજ લાઈનનો વાયર આજે સવારે 8:00 વાગ્યાના અરસામાં કોઈ પણ કારણોસર તૂટી પડ્યો હતો અને ખેડૂતે પોતાના ખેતરની અંદર મગફળીના પાકનું વાવેતર કર્યું હતું ત્યાં પાણીનું પિયત કરવામાં આવ્યું હતું જેથી ખેડૂતોના ખેતરોમાં મૂકવામાં આવેલ ઈલેક્ટ્રીક મોટર, વીજ વાયર વિગેરે હેવી વીજ લાઇન તૂટી પાડવાના લીધે હેવી વીજ પ્રવાહ આવવાના લીધે બળીને ખાખ થઈ ગયા છે અને વીજ લાઇનમાં પ્રવાહ ચાલુ હોવાથી ખેડૂતોએ પોતાના ખેતરે કરેલ તારમાંથી કરંટ આવી રહ્યો છે જેથી ખેડૂતોને તેના ખેતરમાં જોવું પણ જોખમી બની ગયું છે. આ બનાવવા અંગેની જવાબદાર અધિકારીને જાણ કરવામાં આવતા અધિકારી પણ પહોંચ્યા હતા અને તૂટી પડેલા વાયરને રિપેર કરવા માટે અને ત્યાં વીજ કરંટ આવી રહ્યો છે તેને બંધ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું હાલમાં ગ્રામજનો પાસેથી જાણવા મળી રહ્યું છે









