ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી


SHARE







વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી

વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ ઉપર રહેતી મહિલાએ ભિક્ષા વૃતિ કરીને એકત્રિત કરેલ 50,000 રૂપિયા પોતાના ઘરની અંદર રાખ્યા હતા દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે તેના ઘરનું તાળું તોડીને તેમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા મહિલાના પાડોશી દ્વારા આ બનાવ સંદર્ભે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરમાં જીપરા ગૌશાળા રોડ ઉપર રહેતા રમેશભાઈ બચુભાઈ મકવાણા (34)હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના પાડોશમાં રહેતા નિર્મળાબેનના મકાનને તાળું માર્યું હતું તે તાળાને તોડીને કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને નિર્મળાબેન દ્વારા છેલ્લા સાત થી આઠ વર્ષની અંદર ભિક્ષાવૃત્તિ કરીને એકત્રિત કરેલા 50,000 રૂપિયા તેઓના ઘરની અંદર રાખ્યા હતા જેની ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News