હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકરી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો


SHARE





કેમ અમારી બાતમી આપશ ? કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો

ટંકારાના અમરાપર રોડ ઉપરથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બે શખ્સોએ તેને રસ્તામાં રોક્યો હતો અને “કેમ અમારી બાતમી આપશ” તેવું કહીને તે યુવાનને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે બે શખ્સએ તેને માર માર્યો હતો અને બાદમાં ફોન કરીને બીજા બે શખ્સને બોલાવવામાં આવતા તે ત્યાં આવ્યા હતા અને યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

ટંકારાના કલ્યાણપર રોડ ઉપર આવેલ આઈશાબાપીરની દરગાહ પાસે સોવારિયા પ્લોટમાં રહેતા હાજીસા ઉર્ફે મુન્નો હુસેનશા સોહર્વદી (33) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હબીબભાઈ હુસેનભાઈ અબ્રાણી, ઇમરાનભાઈ હબીબભાઇ અબ્રાણી, આદમભાઈ ઈશાભાઈ અબ્રાણી અને વેશભાઈ આદમભાઈ અબ્રાણી રહે. બધા ટંકારા વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, તે ખીજડીયા ચોકડીથી અમરાપર રોડ ઉપર બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે હબીબભાઈ અને ઇમરાનભાઈએ તેને રોકીને “કેમ અમારી બાતમી આપશ” તેવું કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપવામાં આવી હતી ત્યાર બાદ હબીબભાઈએ લોખંડના પાઈપ વડે ડાબા પગમાં અને ઇમરાનભાઈએ લાકડાના ધોકા વડે જમણા પગમાં ફરિયાદીને માર માર્યો હતો અને ત્યારબાદ બીજા બે આરોપીઓને સ્થળ ઉપર ફોન કરીને બોલાવવામાં આવતા તેઓ પણ ત્યાં આવી ગયા હતા અને ઇમરાનભાઈ આદમભાઈ અને અવેશભાઈએ ફરિયાદીને ગાળો આપીને જતા જતા કહ્યું હતું કે “તું પોલીસ ફરિયાદ કરવા જઈશ તો તને જાનથી મારી નાખશુ” જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

કાશીપર ગામેથી બાઈકની ચોરી

વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા હરેશભાઈ સુખાભાઈ ધોરીયા (22)એ હાલમાં અજાણ્ય શખ્સની સામે વાહન ચોરીની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, કાશીપર ગામની સરકારી શાળા પાસે ફરિયાદીની વાડી આવેલ છે અને ત્યાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 36 એક્યુ 2778 પાર્ક કરીને મૂક્યું હતું જે ૪૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News