મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી


SHARE







ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી

ટંકારાના ઘુનડા ગામની સીમમાં આવેલ વાડીએ કૂવામાંથી પાણી ખેંચવા માટે મોટરમાં પટ્ટી કેબલ કોપર વાયરને ફીટ કરવામાં આવ્યો હતો તે 340 ફૂટ કેબલ વાયર જેનો કુલ વજન 40 કિલો અને કિંમત 12000 રૂપિયા થાય છે તેની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલ ખેડૂત દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે રહેતા રમેશભાઈ ચતુરભાઈ ફુલતરીયા (58)હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘુનડા ગામની સીમમાં અદેપરના માર્ગ બાજુ તેઓની વાડી પાસે ખુલ્લી જગ્યામાં કુવામાં રહેલ મોટરમાંથી પાણી ખેચવા માટે પટ્ટી કેબલનો કોપર વાયર ફીટ કરવામાં આવ્યો હતો જેમાંથી 340 ફૂટ જેટલો કોપર વાયર જેનો કુલ વજન 40 કિલો અને કિંમત 12,000 રૂપિયા થાય છે તે કોપર વાયરની ચોરી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ખેડૂતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News