મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત


SHARE







ટંકારાના નેકના પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત

ટંકારાના નેકના પડધરી રોડ ઉપર આવેલ કારખાના સામેથી વૃદ્ધ પોતાનું સ્કૂટર લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે તેઓના સ્કૂટરને પાછળથી હડફેટે લેતા આકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં વૃદ્ધ રસ્તા ઉપર નીચે ટકાતા તેના શરીર ઉપરથી ટ્રકના ટાયરનો જોટો ફરી વળ્યો હતો અને તેઓને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભ મૃતક વૃદ્ધના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ ટંકારા તાલુકાના રોહીશાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ અમૃતનગર સોસાયટીમાં રહેતા અનિલભાઈ ડાયાભાઈ ભોરણીયા (59) એ ટ્રક નંબર જીજે 36 એક્સ 1846 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે નેકનામ પડધરી રોડ ઉપર ભારત ગેસના ગોડાઉન સામે રોડ ઉપરથી તેઓના મોટાભાઈ વાલજીભાઈ ડાયાભાઈ ભોરણીયા તેનું સ્કૂટર નંબર જીજે 3 પીઇ 8437 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના સ્કૂટરને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીના ભાઈ રસ્તા ઉપર નીચે પડી ગયા હતા ત્યારે ટ્રકના ટાયરનો જોટો તેના શરીર ઉપરથી ફરી જવાના કારણે તેઓને ગંભીર જા થઈ હોવાથી ફરિયાદીના ભાઈ વાલજીભાઈ ભોરણીયાનું મોત નીપજ્યું હતું અને ટ્રક ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોય આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીના સનાળા ગામે રહેતા સાગર મનીષભાઈ રાવલ (25) નામના યુવાનને ઘુનડા રોડ ઉપર તળાવ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News