ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા
SHARE
ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા
ટંકારાના મીતાણા માલાસણ રોડ ઉપર જાહેરમાં નદીની બાજુમાં જુગાર કરી હતી ત્યારે છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જ્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે જુગાર રમતા મળી આવેલા શખ્સોને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા તાલુકાના મીતાણા વાલાસણ રોડ ઉપર ડેમ પાસે નદીની બાજુમાં બાવળની જાળીમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી વિપુલભાઈ પુનાભાઈ બાંભવા, બાબુભાઈ રાણાભાઇ સોઢીયા, કિશોરભાઈ બાબુભાઈ દેણપિયા, સામતભાઈ પાલાભાઈ બાળા, રોહિતભાઈ વાસુરભાઈ બસીયા, સાજીદભાઈ આમદભાઈ ઠેબા રહે. બધા મીતાણા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 65,100 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતાઓની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિજયભાઈ છગનભાઈ માકાસણા, ગીરીશભાઈ રતિલાલ પરમાર, અમિતભાઈ રમેશભાઈ ચૌહાણ અને દિલીપભાઈ અરવિંદભાઈ સોનાગ્રા રહે બધા ચરાડવા તથા રફીક હારુનભાઈ મોવર રહે. માળીયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 32,800 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.