મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ


SHARE







મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ

મોરબી રાજકોટ હાઇવે રોડ બનાવવામાં આવ્યો ત્યાર બાદ હજુ તેનું લોકાર્પણ થયું નથી ત્યાં અનેક જગ્યાએ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે જેથી કરીને ટંકારાના વીરપર ગામના સરપંચ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને આ રોડના કામમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેમજ રસ્તા ઉપરના ખાડા રીપેર કરીને રોડના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી પણ માંગ કરી છે

ટંકારા તાલુકાના વીરપર ગામના સરપંચ મહેશભાઈ લવજીભાઈ લિખિયા દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમને જણાવ્યું છે કે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મસ મોટા ખાડા પડી ગયેલા છે અને રોડ ઉપર ડામરનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેવો રોડ થઈ ગયો છે અને રોડ ઉપર ખાડા હોવાના લીધે અવારનવાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર નાના મોટા અકસ્માતો થતા હોય છે આ મુદ્દે તાલુકા સંકલનમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ છે પરંતુ કોઈ પ્રકારનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અને આ રોડ બનાવવામાં આવ્યો ત્યાર બાદ હજુ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી ત્યાં રોડ ઉપર ખાડા પડી ગયા છે જેથી કોન્ટ્રાક્ટર દ્વારા નબળું કામ કરવામાં આવ્યું છે અને અધિકારી દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી માટે રોડના કામમાં બેદરકારી દાખવનારા અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય તપાસ કરીને પગલા લેવામાં આવે તેમજ રોડ ઉપરના ખાડાઓને વહેલી તકે રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News