મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી
Breaking news
Morbi Today

હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા


SHARE







હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા

હળવદના કવડિયા ગામે વાડીના સેઢા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા 6 શખ્સો મળી આવ્યા હતા જ્યારે ટંકારા તાલુકાના છતર ગામે જુદીજુદી બે જગ્યાએ જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 8 શખ્સો મળી આવ્યા હોય પોલીસે રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના કવાડિયા ગામે ડેમની પાટી નામથી ઓળખાતી સીમમાં ચંદુભાઈ કાનજીભાઈની વાડીના શેઢા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અરવિંદભાઈ બચુભાઈ મહાલીયા (35), લાલજીભાઈ દેવશીભાઈ રાતૈયા (45), સંજયભાઈ ધનજીભાઈ ચારોલા (40), નવઘણભાઈ રણછોડભાઈ ચારોલા (34) અને સમરતભાઈ ઘનશ્યામભાઈ સિહોરા (32) રહે. બધા કવાડિયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 15,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી શૈલેષભાઈ ચમનભાઈ પરમાર (26), સુભાષભાઈ રાજેશભાઈ પરમાર (28) અને અજયભાઈ મહેશભાઈ પરમાર (21) રહે બધા છતર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,500 ની રોકડ કબજે કરી હતી ત્યાર બાદ છતર ગામે જય પાન પાછળની શેરીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા અર્જુનભાઈ રાજેશભાઈ પરમાર (23), છગનભાઈ ધનજીભાઈ પરમાર (32), સંજયભાઈ રાણાભાઇ પરમાર (36) સાયદભાઈ જેરામભાઈ પરમાર (27) અને કૃષ્ણભાઈ રાજેશભાઈ પરમાર (21) રહે બધા છત્તર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 11,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને જુગારના જુદાજુદા બે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News