ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના શનાળા રોડ ઓફિસ અને રવાપર ગામે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો


SHARE







ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો

ટંકારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા દેવજીભાઈ પડસુંબિયાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રભાવના અને જીવનમૂલ્યોનું સિંચન કરી રાષ્ટ્રના ઘડવૈયા તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. મહાસંઘની રચનાત્મક પ્રવૃત્તિઓ, સમાજલક્ષી અભિયાનો અને શિક્ષક હિતના વિવિધ કાર્યક્રમોની માહિતી આપતાં જણાવ્યું હતું કે સંગઠન શિક્ષક, શિક્ષણ અને રાષ્ટ્રહિતના ત્રિવેણી ધ્યેય સાથે સતત કાર્ય કરી રહ્યુ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુવંદના, શિક્ષક ગૌરવ અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું. આ તકે અતિથિ વિશેષ તરીકે શિક્ષણવિદ માવજીભાઈ દલસાણીયા અને રાજેશભાઈ ગાંભવાએ પણ શિક્ષકનું મહત્વ, ગુરુઓની ગરીમાં વિશે વાતો કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શૈક્ષિક મહાસંઘની સમગ્ર તાલુકા ટીમે હાજરી આપી હતી






Latest News