મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં


SHARE







મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં, જેપુર પાસે રીક્ષા - કાર અથડાતા બેને ઇજા : હળવદ પાસે પણ બે ઘવાયા

 

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક અજંતા કોમ્પ્લેક્સ પાસે અકસ્માત બનવા પાયો હતો જેમાં રીક્ષાને ઓવરટેક કરવા જતા સમયે કારના સ્ટીયરીંગ પર કાબુ ન રહેતા કાર દિવાલ સાથે અથડાઇ હતી. આ બનાવમાં હેત પંકજભાઇ મકવાણા (ઉ.વ. 21, રહે. ફ્લોરા પાલ્મસ, ડી-માર્ટ પાસે) અને મિત વાસુદેવભાઇ કુંડારીયા-21, રહે.તળાવીયા શનાળાને ઇજાઓ થતાં સારવારમાં ક્રિષ્ના હોસ્પીટલે ખસેાયા હતા. જ્યારે મહેન્દ્રનગર ગામે પ્રભુકૃપામાં રહેતા પરિવારની દ્રષ્ટિબેન મહેશભાઇ કુણપરા (15) ગત તા.8ના દાઝી ગયેલ જેથી મોરબી બાદ રાજકોટ સ્ટર્લીંગમાં ખસેડાઇ હતી બાદ હાલ મોરબીની ખાનગી હોસ્પીટલે એડમીટ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવેલ છે.

એમપી પોલીસ
મધ્ય પ્રદેશના નબખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી યુવતી ગુમ થયેલ જેથી પોલીસ બાતમી આધારે મોરબી આવેલ અને અહીંના મહેન્દ્રનગર ગામે પ્રભુકૃપા રેસીડેન્સીના સતનામ ફલેટ નં. 401માં તપાસ કરતા કિશન રાજેશભાઇ પટેલને ત્યાંથી યુવતી મળી આવતા એમપી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી. જ્યારે ચાંદરણા ગામે ઘરે જેઠાણી દ્વારા માર મારવામાં આવતા વૈશાલીબેન અરવિંદભાઇ પરમાર (30)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા છે.

વાહન અકસ્માત
મોરબીના નવલખી હાઇવે જેપુર ગામ પાસેના ત્રિમંદિર પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ બનાવમાં રાયમલ કેસરભાઇ (20, રહે. માળીયા મી.) અને ગંગારામભાઇ (48, રહે. કુંતાસી-રાજપર)ને ઇજાઓ થતાં અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે રફાળેશ્ર્વર ગામ નજીક એલીયન કંપની ખાતે રહેતા પ્રકાશ દતારસિંગ (29)ને ત્યાં મારામારીમાં ઇજા થતાં સારવાર માટે ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરના થાન તાલુકાના સરોડી ગામે રહેતા વિપુલ બીજલભાઇ સરવૈયા નામનો 25 વર્ષનો યુવાન દવા પી જતાં અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારી
ટંકારાનો રાજુ બાબુભાઇ વાજલીયા દેવીપૂજક નામનો 25 વર્ષનો યુવાન ટંકારાની ચોકડી પાસે હતો ત્યાં રાત્રીના મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થતાં અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે વાંકાનેરના ધમલપર ગામે રહેતા હકાભાઇ વાલજીભાઇને ત્યાં આવેલ રામાપીર મંદિર પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં સારવાર માટે મોરબી લવાયો હતો.

હળવદના વિનોદાભાવે ગ્રાઉન્ડથી સરકારી દવાખાના વચ્ચે વાહન અકસ્માત થતાં ઇજા પામેલા ધર્મેન્દ્ર સુરેશભાઇ મેર અને સોહન સુરેશભાઇ મેર રહે. બંને હળવદને ઇજા થતાં અહીંની સીવીલે લવાયા હતા. નવા બસ સ્ટેશન ખાતે થયેલ મારામારીમાં ઇજા પામેલ મનીષ દાફડા અને રતનબેન દાનાભાઇ રહે. બંને રાજકોટને તથા ઘરે વધુ પડતી ઉંઘની ટીકડીઓ ખાઇ ગયેલા યોગેશભાઇ વૈષ્નાણી રહે. ગુ.હા.બોર્ડ શનાળા રોડ મોરબીને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News