મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
SHARE
મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાં વૃદ્ધાની માલિકીની જમીન આવેલ છે તેમાં 196.36 ચોરસ મીટરમાં ગેરકાયદેસર પાકું બાંધકામ કરીને દુકાનો બનાવવામાં આવી છે અને આ દુકાનોને ભાડે આપવામાં આવે છે આમ ગેરકાયદેસર દબાણ કરીને જમીન પચાવી પાડનાર શખ્સની સામે વૃદ્ધાએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હાલ મુંબઈમાં વર્ધમાન કોપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના ફ્લેટ નંબર 10 માં રહેતા રશ્મિબેન વિશનજીભાઈ ઠક્કર (66)એ વિરમભાઈ ઘેલાભાઈ ભરવાડ રહે. રાજકોટ વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાં સર્વે નંબર 23 પૈકીની જમીન ફરિયાદી તથા સાહેબ સોનલબેન વિશનજીભાઈ ઠક્કર રહે. મુંબઈ વાળાની સંયુક્ત માલિકીની જમીન આવેલ છે અને ત્યાં આઈઓસીએલ કંપની બાજુમાં આવેલ 762.36 ચોરસ મીટર ખુલ્લી જમીનમાંથી 196.36 ચોરસ મીટર જમીનમાં આરોપીએ ગેરકાયદેસર રીતે પાકુ બાંધકામ કરીને દુકાનો બનાવી છે અને દુકાનો ભાડે આપી આર્થિક લાભ મેળવેલ છે અને જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી તેને પચાવી પાડેલ છે જેથી હાલમાં વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે