મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત


SHARE







મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત

મોરબીના નારણકા ગામે વાડાની ઓરડીમાં રહેતા યુવાનની પત્નીને યુવાન કોઈ છોકરી સાથે ફોન ઉપર વાત કરે છે તેવી શંકા અને વહેમ હતો જેથી તેણે યુવાનના હાથમાંથી મોબાઇલ ફોન લઈને તોડી નાખ્યો હતો ત્યારબાદ પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે બાબતે લાગી આવતા મહિલાએ પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નારણકા ગામે જીતેન્દ્રભાઈ મેરજાના વાડાની ઓરડીમાં રહેતા કૈલાસબેન દેવેન્દ્રભાઈ પસાયા નામના મહિલા વાળાને ઓરડીમાં હતા અને તેના પતિ ફોનમાં વાત કરતા હતા દરમિયાન કૈલાશબેનના પતિ કોઈ છોકરી સાથે ફોનમાં વાત કરતા હશે તેવી શંકા અને વહેમ રાખીને કૈલાશબેને તેના પતિ પાસેથી ફોન આંચકી લઈને ફોનને તોડી નાખેલ હતો અને તે બાબતે કૈલાસબેનને તેના પતિ સાથે બોલાચાલી થયેલ હતી જેનું તેઓને લાગી આવતા મહિલાએ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની અમિતભાઈ બોખાણી રહે. નારણકા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 






Latest News