મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ


SHARE







મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ

મોરબીના લાલપર ગામ પાસે હર્ષવી ઇમ્પેક્ષ નામની પેઢી ધરાવતા યુવાન ની પેઢીના ઇન્ડિયા માર્ટમાંથી નંબર મેળવીને તેની સાથે ખોટા નામ ધારણ કરીને ઇન્ડિયન આર્મી વેન્ડર સિસ્ટમમાં તેઓનું નામ આવી જશે અને તેઓની પાસેથી માલની ખરીદી કરવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ વેપારી યુવાન પાસેથી જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં 12.42 લાખ મેળવી લેવામાં આવ્યા હતા ત્યારે બાદ સામે વાળાના મોબાઈલ નંબર સ્વીચ ઓફ થઈ ગયા હોવાથી વેપારી સાથે ઠગાઇ થઈ હોવાનું તેના ધ્યાન ઉપર આવ્યું હતું જેથી હાલમાં વેપારીઓ યુવાને મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના લધીરનગર ખાતે રહેતા હર્ષ પ્રફુલભાઈ બરાસરા (25)એ કૃણાલ ચૌધરી અને કુલદીપસિંહ તથા કેનેરા બેન્ક, બંધન બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રના જુદા જુદા ચાર એકાઉન્ટના ધારકો અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓની લાલપર ગામ પાસે તિરુપતિ ચેમ્બરમાં હર્ષવી ઇમ્પેક્ષ નામની પેઢી આવેલી છે અને તેના ફોન નંબર ઇન્ડિયા માર્ટ નામની વેબસાઈટ ઉપરથી આરોપીઓએ મેળવી લીધા હતા અને ત્યાર બાદ એકબીજા સાથે મેળાપી પણું કરીને આરોપી કૃણાલ ચૌધરી અને કુલદીપસિંહે આર્મીમેનના ખોટા નામ ધારણ કર્યા હતા અને ઇન્ડિયન આર્મી કેન્ટામાં વેન્ડર સિસ્ટમના નામે અલગ અલગ બેન્ક એકાઉન્ટ નંબર આપી તેમાં અલગ રકમના ટ્રાન્જેક્શન કરાવ્યા હતા અને કુલ મળીને 12,42,184 ની ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વેપારી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મળતી વિગત પ્રમાણે વેપારી સાથે ઠગાઈ કરનારા શખ્સોએ ફોન ઉપર વાત કરીને તેની પાસેથી 400 વોસબેસિંગ લેવા માટેની વાત કરી હતી આટલુ જ નહીં ભવિષ્યમાં આર્મીમાં માલની ખરીદી કરવાની થશે તો તે માલની ખરીદી હાલના ફરિયાદી પાસેથી કરવામાં આવશે તેવી ખાતરી અને વિશ્વાસ અપાવ્યો હતો અને ત્યાર બાદ અલગ અલગ બેન્ક એકાઉન્ટની અંદર રૂપિયા મંગાવવામાં આવ્યા હતા અને તેઓનું વેન્ડર સિસ્ટમની અંદર નામ જનરેટ થયું ન હતું અને સામેની પાર્ટીના મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં વેપારી યુવાને ઠગાઇની ફરિયાદ નોંધાવેલ છે






Latest News