ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી


SHARE







આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી

વાંકાનેર નજીક આવેલ રાજાવડલા ગામે રહેતા યુવાનના ઘર પાસે તેના બે ભાઈ અને ભાભીઓ આવીને દીકરો કરતા હતા જેથી યુવાન ઘરની બહાર નીકળતા તેને ગાળો આપવા લાગ્યા હતા ત્યારે યુવાને ગાળો આપવાની ના પાડતા તેને લાકડી વડે માથાના ભાગે મારમાર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારીને માથા અને શરીરે ઇજા કરી હતી તેમજ આરોપીઓએ જતા જતા કહ્યું હતું કે “આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું” તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના બે ભાઈ અને ભાભીઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા અફસાદભાઈ ઈસ્માઈલભાઈ વડાવિયા (32) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અનવરભાઈ ઇસ્માઈલભાઈ વડાવિયાઅશરફભાઈ ઇસ્માઈલભાઈ વડાવવિયાફેમીદાબેન અનવરભાઈ વડાવીયા અને રૂબીબેન અશરફભાઈ વડાવિયા રહે ચારેય રાજાવડલા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેઆરોપીઓ ફરિયાદીના ઘર પાસે આવીને દેકારો કરતા હતા જેથી ફરિયાદી ઘર બહાર આવતા તેને ગાળો દેવા લાગ્યા હતા જેથી ફરિયાદી તેના બંને ભાઈ અને ભાભીઓને ગાળો દેવાની ના પાડતા અનવરભાઈ એ પોતાના પાસે રહેલ લાકડી વડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો જ્યારે બાકીના ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી માથામાં તથા શરીરે ઇજાઓ કરી હતી અને આરોપીઓએ જતા જતા ફરીયાદીને કહ્યું હતું કે “આજે તો તું બચી ગયો હવે પછી ભેગો થઈશ તો પાડી દેશું” તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News