મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
SHARE
મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં યુવાન લપસીને પડી ગયો હતો જેથી તેને માથામાં ઇજા થતાં તે યુવાનને પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. જયારે મોરબીના સાપર ગામ નજીક આવેલ સોલોરેક્સ સિરામિક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત નીપજયું હતું.
મોરબીના ખાનપર ગામે રહેતા પ્રવીણભાઈ ત્રીકમજીભાઇ અમૃતિયા (45) પોતાના ઘરે હતા ત્યારે ફળિયામાં કોઈ કારણોસર અચાનક તેઓ પડી ગયા હતા જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે પ્રાથમિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હોય આ બનાવ અંગેની આનંદભાઈ ત્રીકમજીભાઈ અમૃતિયા રહે. ખાનપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ સોલોરેક્સ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અર્જુન બગુમણભાઈ બિરૂવા (22) નામનો યુવાન ગઈકાલે સાંજે 6:00 વાગ્યાના અરસામાં કારખાનામાં કામ કરતો હતો ત્યારે તેને ઈલેક્ટ્રીક શૉટ લાગ્યો હતો જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી