ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
SHARE
ભારતમાં મુસ્લિમોની વસ્તીને અટકાવવા કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવવો અનિવાર્ય: પ્રવીણ તોગડિયા
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની હાજરીમાં ગઇકાલે રાતે મોરબીમાં આવેલ શક્તિધામ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાસ કરીને હિન્દુને સંગઠિત થવાની વાત અને જુદા જુદા વિસ્તારોની અંદર હનુમાન ચાલીસાના કેન્દ્ર શરૂ કરવાની વાત ઉપર ભાર મૂક્યો હતો તેમજ હિંદુઓનું બહુમત જાળવી રાખવા માટે સરકાર દ્વારા મુસલમાનોની વસ્તી રોકવા નવો કાયદો બનાવવો જોઈએ તેવું આહ્વાન કર્યું હતું.
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શક્તિધામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાડી વિસ્તારમાં રહેતા સતવારા સમાજના લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ તોગડીયાએ ખાસ કરીને હિન્દુ લોકોને જાગૃત કરવા માટે, હિન્દુઓને સંગઠિત કરવા માટે અને જુદા જુદા સેન્ટરો ઉપર હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા માટે આહ્વાન કર્યું હતું અને તેઓએ જણાવ્યુ હતું કે, હનુમાન ચાલીસા કેન્દ્રો ભક્તિની સાથે શક્તિના પણ કેન્દ્ર બનશે કેમકે દર શનિવારે રાતે હનુમાન ચાલીસા કેન્દ્રો ઉપર હનુમાન ચાલીસ કરવામાં આવે ત્યારે લોકોએ ત્યાં એકત્રિત થશે અને તેઓ સંગઠિત થશે તેમજ તેઓને ત્યાંથી આરોગ્યની સારવાર મળી રહે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
વધુમાં જે રીતે દેશમાં મુસ્લિમ લોકોની વસ્તી વધી રહી છે તેને ધ્યાને રાખીને પ્રવીણભાઈ તોગડીયાએ તીન બચ્ચા હિન્દુ સચ્ચા નો નારો આપ્યો હતો સાથોસાથ મુસ્લિમ લોકોની વધતી વસ્તીને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નવો કાયદો બનાવવો જોઈએ જેમાં કાયદો બનાવ્યા પહેલ જે મુસ્લિમને બે બાળકો હોય અને કાયદો બનાવવામાં આવે ત્યાર બાદ ત્રીજું સંતાન થાય તો તેને સરકારી અનાજ આપવાનું બંધ, સરકારી શાળામાં પ્રવેશ આપવાનું બંધ, સરકારી મેડિકલ સારવાર આપવાનું બંધ, બેંકોમાં લોન આપવાનું બંધ અને વોટ આપવાનો અધિકાર બંધ આવું કરવામાં આવે તો ભારતમાં મુસ્લિમોની વસ્તીને અટકાવી શકાય તેમ છે. માટે નવો કાયદો બનાવવા તેઓએ સરકારને આહ્વાન કર્યું હતું.