વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો
મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
SHARE
મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
મોરબીની અણીયારી ચોકડી પાસેથી પસાર થતી બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં રોકવામાં આવી હતી અને ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી કતલખાને લઈ જવામાં આવતી બે ભેંસ અને બે પાડા મળી આવ્યા હતા જેથી પોલીસે પાડા અને વાહન મળીને 10.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે શખ્સને પકડીને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં દરબારગઢ પાસે આવેલ વેરાઈ શેરી ખાતે રહેતા ધવલભાઇ કિશોરભાઈ વાગડીયા (28)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આફ્રિદીભાઈ હતામહમદભાઈ જત તથા સદામભાઈ હાફુડાભાઇ જત રહે. બંને સરાડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળિયા હળવદ હાઇવે રોડ પર આવેલ અણીયારી ચોકડી પાસેથી બોલેરો ગાડી નંબર જીજે 12 સિટી 8399 લઈને આરોપીઓ પસાર થઈ રહ્યા હતા અને તેને રોકીને ગૌરક્ષકો દ્વારા પોલીસની હાજરીમાં વાહનને ચેક કરવામાં આવતા તેમાં બે ભેસ અને બે પાડા ક્રૂરતાપૂર્વક બાંધીને ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી ગૌરક્ષકો દ્વારા ચાર અબોલજીવને બચાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા 20000 રૂપિયાની કિંમતના આબોલજીવ તથા 10 લાખ રૂપિયાની કિંમતનું વાહનમાં કુલ મળીને 10.10 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપીને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી