મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો
મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
SHARE
મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
મોરબી મહાપાલિકાના સભાખંડમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં મોરબી શહેરમાં બનાવવામાં આવતું નવું ફાયર સ્ટેશન, નવું વર્કશોપ, બાગ બગીચા વગેરે જે વિકાસ કામો ચાલી રહ્યા છે તે તમામ વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી તેની સાથે ત્રાજપર વિસ્તારમાં મિલકતવેરામાં રહેલી વિસંગતતાઓ દૂર કરવામાં આવે તથા મોરબીના વાડી વિસ્તારની અંદર લોકોને પાયાની સુવિધાઓ ઝડપથી મળે અને તેઓના પ્રશ્નો ઉકેલાય તેના માટે યોગ્ય કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલ છે
મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાને મહાપાલિકાના સભાખંડમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કમિશનર સંગીતા રૈયાણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યો અને જુદીજુદી શાખાના અધ્યક્ષ હાજર રહ્યા હતા ત્યારે મોરબીમાં નવું ફાયર સ્ટેશન, નવું વર્કશોપ, બાગ બગીચા વગેરે જે કામો હાલમાં ચાલી રહ્યા છે તે તમામ વિકાસકામોને ઝડપથી પૂરા કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી તેમજ મોરબીના વાડી વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાના જે પ્રશ્નો છે તેનો ઝડપથી ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી તથા મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ ત્રાજપર વિસ્તારમાં મિલકતવેરામાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા માટે પણ અધિકારીને સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત ગેરેજ શાખાનું બિલ્ડીંગ અને નંદીઘર ખાતે સી.સી. રોડ સહિતના જેટલા પણ કામો હાલમાં ચાલી રહ્યા છે તે તમામ કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે થઈને સૂચના આપવામાં આવી છે