મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ
SHARE
મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ
મોરબી મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓની સાથે કમિશનર તેમજ ડેપ્યુટી કમિશનર દ્વારા વારંવાર અપમાનજનક વર્તન કરવામાં આવતું હતું અને ખાસ કરીને અરજદરોની હાજરીમાં તેઓની સાથે ગેરવ્યાજબી વર્તન કરતા હતા જેથી ગુરુવારે સિવિક સેન્ટરના સાત કર્મચારીઓ દ્વારા પોતાના સામુહિક રીતે રાજીનામાં ધરી દેવામાં આવ્યા છે
મોરબી મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં ફરજ બજાવતા કવિતાબેન ઉમેશભાઈ સોલંકી, જ્યોતિબેન બળદેવભાઈ મકવાણા, વર્ષાબેન બચુભાઈ પરમાર, હેમાંગી પ્રવીણભાઈ વીસાણી, નિરાલીબેન પ્રકાશગીરી ગોસ્વામી, સાગર હરેશભાઈ ભટ્ટ અને દર્શન ચમનભાઈ મીરાણી નામના સાત કર્મચારીઓ દ્વારા સામૂહિક રીતે પોતાના રાજીનામાં મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનરને ધરી દેવામાં આવેલ છે અને તેઓએ આપેલ રાજીનામાં લખ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી સિવિક સેન્ટરના કર્મચારીઓ સાથે અધિકારીઓ દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવે છે અને અરજદારોની હાજરીમાં તેઓની સાથે ગેરવ્યાજબી વર્તન કરવામાં આવતું હતું જેથી હંગામી કર્મચારીઓએ અપમાનજનક વર્તન અને માનસિક ત્રાસ સહન કરવો પડતો હતો અને તેઓની મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરવામાં આવે તો નિરાકરણ કરવામાં આવતું ન હતું અને તેઓને ફરજ પર રહેવું મુશ્કેલ બની જતું હતું જેથી સિવિલ સેન્ટરમાં ફરજ બજાવતા સાતેય કર્મચારીઓ દ્વારા સામુહિક રીતે પોતાના રાજીનામા ધરી દીધેલ છે.