લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
SHARE
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
કેન્દ્રીય સરકાર દ્વારા યુવાન ભાઈઓ અને બહેનો વ્યસન અને નશા મુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.તે અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મોરબી તાલુકાની સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલના ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થી ભાઈઓ અને બહેનો વ્યસન અને નશા મુક્તિ અભિયાનમાં જોડાયને તેમના મિત્ર સર્કલ ઘર પરિવાર સગા સ્નેહીજનોને સમાજના યુવા ભાઈઓ અને બહેનો બીડી તમાકુ દારૂ અને ડ્રગ્સથી મુક્ત રહે તે માટે લાયન પરસોતમભાઈ કાલરિયાએ વ્યસનની વ્યાખ્યા આપી સમાજની નાની મોટી દરેક વ્યક્તિઓમા સુટેવ અને કુટેવ રૂપી વ્યસનો હોય છે.પણ કુટેવથી થતા વ્યસનોથી દૂર રહો અને સમાજ ઉત્થાન માટે તંદુરસ્ત પરિવાર માટે દરેક પ્રકારના વ્યસનોથી મુકત રહેવાનું માર્ગદર્શન આપ્યુ હતુ.
ત્યાર બાદ પુર્વ પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરિયાએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્ર આપીને વિધાર્થીઓને સ્વચ્છતાનુ માર્ગદર્શન આપ્યુ અને વ્યસનો જેવાકે ગુટકા તમાકુ બીડી દારૂ અને નશા પ્રેરક ડ્રગ્સ લેવાથી શારિરીક માનસિક નુકશાન થાય તેમજ આર્થિક બરબાદી થાય છે.કેન્સર જેવા રોગોને આમંત્રણ આપે છે.આવા વ્યસનથી યુવાધન બરબાદ થઈ જાય છે યુવાનોએ ઘર તેમજ દેશનુ ભાવિ છે.આ સ્વચ્છતા વ્યસન અને નશા મુક્તિ અભિયાન પ્રોજેક્ટમા પ્રમુખ જગદીશભાઈ કાવર, પાસ્ટ પ્રમુખો કેશુભાઈ દેત્રોજા, અમરશીભાઈ અમૃતિયા, અમિતભાઈ સુરાણી તેમજ સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલના તમામ સ્ટાફની પણ પ્રેરક હાજરી હતી.શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓને ખજાનચી મણીલાલ કાવર તરફથી ફુલસ્કેપ બુક આપવામાં આવી અને દરેક વિદ્યાર્થીઓ શાળાનો તમામ સ્ટાફ તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના તમામ સભ્યોને વ્યસન અને નશા મુક્તિના શપથ ટી.સી.ફુલતરિયાએ લેવડાવ્યા હતા.શરૂઆતમાં શાળાના આચાર્ય સંજીવભાઈ જાવિયા દરેક લાયન સભ્યોને આવકારી શાબ્દિક સ્વાગત સન્માન કર્યુ હતુ અને કાર્યક્રમને અંતે મહેન્દ્રભાઈ સોનગ્રાએ આભારવિધિ કરી તેમ સેક્રેટરી નાનજીભાઈ મોરડીયાની યાદીમા જણાવવામાં આવ્યું છે .