મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ
SHARE
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના વતની સંજયકુમાર નિતીનભાઈ કુંડારીયાએ જય ઓટો ઝોનમાંથી ગાડી ખરીદી કરેલ.ગાડી એકાએક બંધ થઈ જતા જય ઓટો ઝોનમાં રજુઆત કરતા કોઈ જ દાદ ન મળતા. સંજયભાઈએ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા સાત દિવસમાં ગાડી વ્યવસ્થિત કરી આપવી તથા સંજયભાઈને રૂા. ૫૦૦૦ પુરા ખર્ચના આપવા હુકમ કરેલ છે.
આ કેસ ની વિગત એવી છે કે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના વતની સંજયકુમાર નિતીનભાઈ કુંડારીયાએ જય ગણેશ ઓટો ઝોન માંથી રૂા.૨૦,૫૪,૪૪૪ ની ગાડી નંબર જી.જે.૩૬ એજે ૮ર૦૦ ની ખરીદી કરેલ આ ગાડીમાં એક વર્ષ પછી કુલીંગ અને એન્જીન બંધ થઈ જતા કાર વારંવાર બંધ થતા જય ગણેશ ઓટો ઝોનમાં વારંવાર ફરીયાદ કરતા તેઓના તરફથી કોઇ સંતોષકારક જવાબ નહી મળતા મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ.નામદાર કોર્ટે દિવસ સાતમાં ગ્રાહકને સંતોષ થાય તે રીતે ફ્રી માં ગાડી વ્યવસ્થિત કરી આપવી અને ગ્રાહકને રૂા. ૫૦૦૦ ખર્ચના આપવાનો હુકમ કરવામાં આવેલ છે. ગ્રાહકે પોતાના હક માટે હમેશા લડવું જોઈએ.ગ્રાહકને કોઈપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશાં લડવું જોઇએ. કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮રપ૭ ૯૦૪૧૨) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવો