બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા
Breaking news
Morbi Today

બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ


SHARE







બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ

વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાં ફાયરકલે ખનિજનું બિનઅધિકૃત ખનન થતું હોવાની માહિતી મળી હતી જેના આધારે મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ટીમ તપાસ માટે પહોંચી હતી ત્યારે આકસ્મિક તપાસ દરમ્યાન સ્થળ ઉપરથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ છે અને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાં ફાયરકલે ખનિજનું બિનઅધિકૃત ખનન થતું હોવાની માહિતી મળી હતી જેથી ત્યાં ચેક કરવામાં આવતા સ્થળ પરથી ફાયરકલે ખનિજનું બિનઅધિકૃત ખનન કરતા પીળા રંગનું હ્યુન્ડાઈ કંપનીનું એક્ષકેવેટર મશીન મળી આવ્યું હતું. જેથી કરીને તપાસ ટીમે સ્થળ પરથી ૪૦ લાખની કિંમતના આ એક્ષકેવેટર મશીનને સીઝ કર્યું હતું. અને સીઝ કરવામાં આવેલ એક્ષકેવેટર મશીનના માલિક તરીકે કિશનભાઈ મૈયાભાઈ દેકાવાડીયા, રહે. ખેતરડી, તાલોકો હળવદ વાળાનું નામ સામે આવ્યું છે. અને હાલમાં સીઝ કરાયેલ એક્ષકેવેટર મશીનને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં મૂકવામાં આવ્યું છે. આ સમગ્ર કેસમાં ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ની જોગવાઈઓ મુજબ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મોરબી જિલ્લામાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા જિલ્લામાં ખનિજોના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ સામે નિયમિત તપાસ તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.






Latest News