મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે


SHARE







મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે

ગુજરાત રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે (DCS)ની કામગીરી તા. ૧૬ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ કરવામાં આવી છે. આ સર્વેની કામગીરી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી કરાશે. સર્વેની કામગીરી માટે જે તે ગામના VLE / VCE / ફાર્મર ફ્રેન્ડ તેમજ ગામના એન્ડ્રોઇડ મોબાઇલ અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ જાણતા વ્યક્તિઓને જોડાવા કૃષિ વિભાગ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.

રસ ધરાવતા વ્યક્તિઓ સંબંધિત તાલુકા પંચાયતની ખેતીવાડી શાખાતલાટી કમ-મંત્રીગ્રામ સેવક (ખેતી)વિસ્તરણ અધિકારી (ખેતી)ખેતી અધિકારી અથવા નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) – મોરબી કચેરીનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે છે.જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવેલ છેતેવા ખેડૂતો પોતાના એન્ડ્રોઇડ મોબાઇલમાં પોતાની ખેતીની જમીનનો પાક સર્વે જાતે કરી શકશે. આ માટે ખેડૂતોએ પોતાના ગામના ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.સર્વે કામગીરી કરનાર સર્વેયરશ્રીઓને પૂર્ણ કરાયેલા દરેક સર્વે દીઠ રૂ. ૧૦/- નું મહેનતાણું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધું તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) – મોરબી કચેરી દ્વારા મોરબી જિલ્લાના તમામ ખેડૂતોગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તેમજ ગ્રામજનોને એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે (DCS)ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે સંપૂર્ણ સહકાર આપવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)મોરબી દ્વારા અપીલ કરવામાં આવે છે.






Latest News