મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત
મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
SHARE
મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં ખાખરા વાળી મેલડી માતાજીના મંદિર તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,34,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોર ખીજડીયા ગામની સીમમાં ખાખરા વાળી મેલડી માતાજીના મંદિર તરફ જવાના કાચા રસ્તા ઉપર જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોહિતભાઈ કાંતિભાઈ સરવૈયા રહે. સેંટ મેરી સ્કૂલ પાસે મોરબી રફિકભાઈ નુરમામદભાઈ જામ રહે. લક્ષ્મીનગર, ગોપાલભાઈ મોમભાઈ બાબુથર રહે. લાયન્સનગર મોરબી, મહેશભાઈ સામતભાઈ વીજવાડીયા રહે. કારીયા સોસાયટી મોરબી, ભરતભાઈ બાબુભાઈ ચાવડા રહે. નગર દરવાજા ચોક પાસે મોરબી, પનીવેલ કૃપાસ્વામી આદિદ્રવીડન રહે. રણછોડ નગર મોરબી, સતિષભાઈ બેચરભાઈ રાવા રહે. ફૂલછાબ સોસાયટી મોરબી, સંજયભાઈ ચંદુભાઈ પરેસા રહે. સેન્ટ મેરી સ્કૂલ પાસે મોરબી અને ગોપાલભાઈ લખાભાઇ જાદવ રહે. રણછોડ નગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,34,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે









