મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ


SHARE







મોરબીના લધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ

મોરબીના લધીરપુર રોડ ઉપર સોરીસો ચોકડીથી આગળના ભાગમાં બે મિત્રો ચાલીને જઈ રહ્યા હતા દરમિયાન અજાણ્યા રીક્ષા ચાલકે એક યુવાનને પાછળથી હડફેટે લેતા તે રસ્તા ઉપર નીચે ટકાયો હતો જેથી તે યુવાનને માથાના ભાગે હેમરેજ જેવી ઇજા થઈ હતી અને અકસ્માત સર્જીને રીક્ષા ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવેલ હતો અને બાદમાં આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લધીરપુર ગામે વિનોદભાઈ ખોડાભાઈના મકાનમાં ભાડે રહેતા સુનિલકુમાર રામબહાદુર પાંડે (40)એ અજાણ્યા ઓટો રીક્ષાના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સોરીસો ચોકડી નજીક કારખાના સામેથી ફરિયાદી તથા સાહે શોભનારામલખન તિવારી બંને ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ઓટો રિક્ષાના ચાલકે બેફિકરાથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને સાહેને પાછળથી ઠોકર મારીને નીચે પછાડી દેતા તેને માથામાં હેમરાજ જેવી ઈજા થઈ હતી અને અકસ્માતના બનાવની પોલીસે જાણ કર્યા વગર રીક્ષા ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હતો ત્યાર બાદ ઇજા પામેલા યુવાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News