મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ
મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો
SHARE
મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો
મોરબીના સનાળા ગામે દંપત્તિ વચ્ચે થયેલ બોલાચાલી ઝઘડાનો ખાસ કરીને માવતરના ઘરે જતી રહેલ પરિણીતાના ભાઈએ બહેનની સાસરીમાં આવીને બહેનના સાસુને “મારી બહેનને કેમ હેરાન કરો છો” તેવું કહીને ગાળો આપી હતી તેમજ પગ અને વાસાના ભાગે લાકડાના ધોકા વડે માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના સનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા નંદુબેન છગનભાઈ સોલંકી (55)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરાના સાળા લલિતભાઈ ખેંગારભાઈ ઉભડિયા રહે. ભડીયાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના દીકરા પ્રકાશ અને પુત્રવધુ સુનીતબેનને કોઈ કારણોસર બોલાચાલી ઝઘડો થયો હતો ત્યારબાદ તેની પુત્રવધુ માવતરના ઘરે જતી રહી છે અને તે દરમિયાન ફરિયાદીના દીકરાનો સાળો લલીતભાઈ ઉભડિયા તેઓના ઘરે આવ્યો હતો અને “મારી બહેનને કેમ હેરાન કરો છો” તેમ કહીને ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યાર બાદ લાકડાના ધોકા વડે ફરિયાદીને પગમાં તથા વાસના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.