મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
મોરબીમાં શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે વિદ્યાર્થીઓ દ્વારા આગામી તા ૨૪/૯ પહેલા પોતાના ફોર્મ ભરીને આપવાના છે અને ત્યાર બાદ ઓક્ટોમ્બર માહિનામાં સન્માન સમારોહ યોજાશે.
મોરબીમાં શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૪/૧૦/૨૬ ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો. 9 અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ તથા સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી સંસ્થાના પ્રમુખ પરિમલભાઈ ઠક્કરે જણાવ્યુ છે કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તા. ૨૪/૦૯/૨૦૨૬ રાખવામાં આવેલ છે. અને વિદ્યાર્થીઓએ ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે દરીયાલાલ આલુ ભંડાર (નવાડેલા રોડ, મોરબી.- મો. ૯૮૯૮૧ ૧૪૩૪૮) અને કેવિન ગેસ એજન્સી (નવા બસસ્ટેશનની સામે, મોરબી મો. ૯૮૭૯૮ ૩૪૦૩૪) નો સંપર્ક કરવાનો રહેશે. આ સન્માન સમારોહ તારીખ ૦૪/૧૦/૨૦૨૬ ને રવિવારના રોજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજવામાં આવશે. તથા વધુ માહિતી માટે પ્રમુખ પરિમલભાઈ ઠક્કર તથા પ્રોજેક્ટ ચેરમેન આકાશ કકકડનો સંપર્ક કરવા માટે રઘુવંશી યુવક મંડળની યાદીમાં જણાવ્યુ છે.









