મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો
ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો
SHARE
ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો
ટંકારાના છત્તર ગામ પાસે જીઆઇડીસી વિસ્તારમાં ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો અગાઉ ઝડપાયો હતો જે ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો આરોપી રાજકોટમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા આરોપીની રાજકોટ ખાતેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ગત તા. 14/1/26 ના રોજ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છત્તર ગામ પાસે જીઆઇડીસી વિસ્તારમાં ગોડાઉનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ટ્રક કન્ટેનર, બોલેરો પીકઅપ ગાડી તેમજ 5940 બોટલ દારૂ અને 27,600 દારૂના પ્લાસ્ટિકના ચપલા મળી આવ્યા હતા જેથી દારૂ તથા વાહનો મળીને પોલીસે 1.17 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુલ મળીને આઠ શખ્સોની સામે ટંકારા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જે ગુનામાં સંડોવાયેલ રાજકોટનો નીતિનભાઈ વિનુભાઈ વાઘેલા રાજકોટમાં હોવાની બાતમી મળી હતી જેથી સ્થાનિક પોલીસે આરોપી નીતિનભાઈ વિનુભાઈ વાઘેલા (33) રહે. ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં-5 નવા થોરાળા રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ કરવામાં આવી છે









