કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ

મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ રોલેક્ષ સ્પ્રેડાયર નામના કારખાનામાંથી એકાદ મહિના પહેલા કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં એલસીબીની ટીમે ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે અને બંને આરોપીને મુદમાલા સાથે તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી તાલુકામાં જાંબુડિયા ગામ પાસે આવેલ રોલેક્ષ કારખાનામાં ગત તા. 05/07/2026 ના રાતના સમયે અજાણ્યા શખ્સે પ્રવેશ કર્યો હતો અને ચાલુ લાઇનના કેબલ વાયર કાપીને તેની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને અંકુરભાઈ ડાયાભાઈ કગથરામોરબી તાલુકા પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનાની તપાસ સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની ટિમ કરી રહી હતી તેવામાં ચોરી કરેલ મુદામલનું વેચાણ કરવામાં આવે તે પહેલા 2 શખ્સને ચોરાઉ મુદામાલ સાથે એલસીબીની ટીમે ઝડપી લીધા છે અને આરોપી વિજય અજયભાઈ ભરવાડિયા (20) રહે. જાંબુડીયા તથા ઘેલો જમાલભાઈ ભરવાડિયા (21) રહે. રફાળેશ્વર મચ્છુનગર વાળાને પકડીને તેની પાસેથી પોલીસે 40,000 ની કિંમતનો 80 મીટર કેબલ વાયર કબજે કર્યો છે અને બંને આરોપી તથા મુદામાલ તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એસ.પી.જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને વી.જી.માલાણી તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.




Latest News