કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કરણ એપાર્ટમેન્ટ પાસે એસજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી એક શખ્સ દેશી હાથ બનાવટની એક પિસ્તોલ સાથે મળી આવ્યો હતો જેથી કરીને હથિયાર અને 2 જીવતા કાર્ટિસ આમ કુલ મળીને 5200 નો મુદામાલ પોલીસે કબ્જે કરીને આરોપીને પકડીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, પરિમલભાઈ વાઘેલા રહે. લીલાપર વાળો ગેરકાયદેસર હથિયાર રાખે છે જેથી બાતમી આધારે પોલીસે વોચ રાખીને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કરણ એપાર્ટમેન્ટ પાસે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પરિમલભાઈ ગોપાલભાઈ વાઘેલા નામનો શખ્સ દેશી હાથ બનાવટની એક પિસ્તોલ સાથે મળી આવેલ હતો જેથી પોલીસે તેની પાસેથી 5000 રૂપિયાની કિંમતનું હથિયાર તથા 2 જીવતા કાર્ટિસ આમ કુલ મળીને 5200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News