મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં શ્રમિક યુવાન અને અણિયારી ગામે વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત:  મોરબીના જીકિયારી ગામે ઉલ્ટી-ઊબકા બાદ 9 વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બંધ પડેલા કારખાનામાંથી 4.25 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે 60.63 લાખની છેતરપિંડી મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ


SHARE







ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ

ટંકારાના મીતાણા નેકનામ રોડ ઉપર આવેલ કારખાનામાં ગાડી ખાલી કરવા બાબતે બોલા ચાલી ઝઘડો થયો હતો ત્યારે બંને પક્ષેથી મારા મારી કરવામાં આવતા કુલ મળીને 8 જેટલા વ્યક્તિઓને ઇજા થઈ હતી જેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવ સંદર્ભે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.  

પડધરી તાલુકાના તરઘડી ગામે રહેતા રાઘવભાઈ આલાભાઇ ભરવાડ (28)ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સૂર્યકાંત શર્મા અને તેની સાથે રહેલા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મીતાણા ગામની સીમમાં નેકનામ રોડ ઉપર ફિનોમેકસ કારખાનામાં આરોપીઓએ ગાડી ખાલી કરવા બાબતે ફરિયાદી તથા સાહેદો સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી ત્યારે બાદ ફરિયાદી અને સાહેદોને એલ્યુમિનિયમની એંગલો વડે માર માર્યો હતો જેમાં ફરિયાદીને માથામાં માર મારતા ગંભીર ઇજા થવાથી તેને ટાંકા આવ્યા હતા જયારે સાહેદ રામભાઈને પણ માથામાં માર મારીને ગંભીર ઇજા કરતા તેઓને પણ ટાંકા આવ્યા હતા તેવી જ રીતે સાહેદ મુકેશભાઈને ડાબા હાથ અને પગમાં માર માર્યો હતો અને જમણા પગે નરાના ભાગે ફેક્ચર જેવી ઇજા કરવામાં આવી હતી. જેથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે.

જ્યારે આ બનાવ સંદર્ભે સામાપક્ષેથી મૂળ યુપીના રહેવાસી અને હાલમાં ફિનોમેકસ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા શ્યામકાંત સૂર્યમની શર્મા (30)એ રાઘવભાઇ ભરવાડ તથા તેની સાથે રહેલા અન્ય ત્રણ માણસોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે કારખાનામાં ગાડી ખાલી કરવા માટે ગાડીને થોડી પાછી લેવા ફરિયાદી કહ્યું હતું તે બાબતે ફરિયાદી તથા સાહેદોની સાથે આરોપી અને તેની સાથે રહેલા શખ્સોએ ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને પાઇપ તથા ધોકા વડે ફરિયાદી અને સાહેદોને માર માર્યો હતો જેમાં ફરિયાદીને કપાળના ભાગે તથા ડાબા પગમાં સાથળના ભાગે ઇજા થઈ હતી જ્યારે સાહેરજનીકુમારને જમણા કાન અને માથામાં, સાહે ધીરજકુમારને જમણા બંને પગમાં તેમજ સાહેબ્રિજેશને હાથે, પગે અને શરીરે ઇજા કરી હતી તેમજ હાથમાં ફ્રેક્ચર કર્યું હતું જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News