મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા ટંકારાના લજાઈ ગામેથી એક્ટિવામાં પત્નીને બેસાડીને જડેશ્વર મેળામાં જતાં યુવાનને નડ્યો અકસ્માત: દંપતી સારવારમાં મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં શ્રમિક યુવાન અને અણિયારી ગામે વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત:  મોરબીના જીકિયારી ગામે ઉલ્ટી-ઊબકા બાદ 9 વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં શ્રમિક યુવાન અને અણિયારી ગામે વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં શ્રમિક યુવાન અને અણિયારી ગામે વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરની અંદર યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે મોરબીના અણિયારી ગામે રહેતા વૃદ્ધના પત્નીને પેરાલીસીસની બીમારી હોય તેની ચિંતામાં મનોમન લાગી આવતા વૃદ્ધે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ હોલો સેનેટરી કારખાનાના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ચંદન અરૂણભાઇ પાત્રા (25) નામના યુવાને કોઈપણ કારણોસર કારખાનાના લેબર કવાર્ટરની અંદર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મનોજભાઈ જીવરામભાઈ ગોધાણી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા જયંતીલાલ લાલજીભાઈ બાવરવા (59)ના પત્નીને પેરાલીસીસની બીમારી હોય તે હલનચલન કરી શકતા નથી જેથી તેની ચિંતામાં મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર રસોડામાં લગાવેલ છતના હૂકમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની બાબુભાઈ લાલજીભાઈ બાવરવા રહે, અણિયારી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News