કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા


SHARE







મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા

મોરબીના રવાપર ઘુનડા રોડે આવેલ સાહેબ પેલેસમાં જુગારની રેડ કરી હતી ત્યાંથી 8 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,20,400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જયારે નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓમ પાર્કમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે 9 મહિલ સહિત કુલ 10 લોકો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 39,400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને  મોરબી એ ડિવિઝનમાં બંને ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ ભૂમિ ભક્તિ સોસાયટીમાં સાહેબ પેલેસ બ્લોક નંબર 102 માં રહેતા મનોજભાઈ લોહના મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી મનોજભાઈ માવજીભાઈ લોહ (40) તથા ગિરધરભાઈ મનજીભાઈ ભેંસદડીયા (49) રહે. શિવવાટીકા એપાર્ટમેન્ટ બ્લોક નંબર 201 રવાપર, અશ્વિનભાઈ અરજણભાઈ સિણોજીયા (42) રહે. ચિત્રકૂટ સોસાયટી રવાપર રોડ મોરબી, ચિરાગભાઈ ધીરજભાઈ સનારીયા (33) રહે. સાહેબ પેલેસ રવાપર, નયનભાઈ ભરતભાઈ પનારા (35) રહે. શ્રી કુંજ કન્યા છાત્રાલય રોડ અવધ સોસાયટી પાસે મોરબી, જગદીશભાઈ દામજીભાઈ મેરજા (51) રહે. પટેલનગર પટેલ રેસીડેન્સી બી 301 આલાપ રોડ મોરબી, કિશોરભાઈ રવજીભાઈ સનારીયા (43) રહે. સંત કૃપા એપાર્ટમેન્ટ શક્તિ રેસીડેન્સી રવાપર અને દીપકભાઈ સવજીભાઈ કાંજિયા (36) રહે. સાહેબ પેલેસ રવાપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,20,400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી શહેરમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓમ પાર્કમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી લતાબેન કૈલાશભાઈ મેરજા (50) રહે. ન્યારા હાઈટ્સ ફ્લેટ નંબર 201 મોરબી, હેમલતાબેન ભુપેન્દ્રભાઈ સિદ્ધપુરા (38) રહે. ઉમિયા પાર્કના ગેટ પાસે વાવડી રોડ મોરબી, અમીશાબેન અંકિતભાઈ જસાપરા (22) રહે. સોમનાથ પાર્ક મહેન્દ્રનગર રોડ મોરબી, ટ્વિંકલબેન નરેશભાઈ જસાપરા (33) રહે. પ્રભુ કૃપા સોસાયટી સતનામ એપાર્ટમેન્ટ ફલેટ નંબર 102 મોરબી, પારુલબેન રોહિતભાઈ ચાવડા (36) રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબી, મંજુલાબેન ઇન્દુભાઇ કાવાણી (60) રહે. પાવન પાર્ક શેરી નં.1 મોરબી, જલ્પાબેન ભાવેશભાઈ સીતાપરા (39) રહે. પ્રભુ કૃપા સોસાયટી સતનામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 102 મોરબી, આશિષભાઈ વિનોદભાઈ વિડજા (33) રહે. મહેન્દ્રનગર ચોકડી હરિગુણ રેસીડેન્સી જાનકી હાઈટ્સ મોરબી, મુક્તાબેન બાલુભાઈ સીતાપરા (60) રહે. પ્રભુ કૃપા રેસીડેન્સી સતનામ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 102 મોરબી તથા દુર્ગાબેન અનિલભાઈ સરડવા (52) રહે. ન્યારા હાઈટ્સ ફ્લેટ નંબર 801 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 39,400 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News