કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામેથી એક્ટિવામાં પત્નીને બેસાડીને જડેશ્વર મેળામાં જતાં યુવાનને નડ્યો અકસ્માત: દંપતી સારવારમાં


SHARE







ટંકારાના લજાઈ ગામેથી એક્ટિવામાં પત્નીને બેસાડીને જડેશ્વર મેળામાં જતાં યુવાનને નડ્યો અકસ્માત: દંપતી સારવારમાં

ટંકારાના લજાઈ ગામેથી યુવાન પોતાના પત્નીને એકટીવામાં બેસાડીને જડેશ્વર મેળામાં જઈ રહ્યો હતો દરમિયાન લજાઇ હડમતીયા રોડ ઉપર ઈકો ગાડીના ચાલકે એકટીવાને પાછળથી ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં દંપતીને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર ઇકો ગાડીનો ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી હાલમાં સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના લજાઈ ગામે ઉગમણા જાપાન નજીક રહેતા અમૃતભાઈ આલાભાઇ ચાવડા (36)એ અજાણ્યા ઈકો ગાડીના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ  નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હડમતીયા રોડ ઉપર રહેમાનશા પીરની દરગાહથી આગળના ભાગમાં ફરિયાદિ પોતાના પત્નીને એકટીવા નંબર જીજે 36 બીસી 6112 ઉપર લઈને જઈ રહ્યા હતા અને લજાઈથી જડેશ્વરના મેળામાં જતા રસ્તામાં હડમતીયા રોડ ઉપર અજાણ્યા ઈકો ગાડીના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના એકટીવાને પાછળના ભાગેથી ઠોકર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને ખભા, જમણા હાથ અને જમણા પગમાં ઇજાઓ થઈ હતી તેમજ તેઓના પત્નીને માથા, ખભા અને જમણા હાથના કાંડામાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત બાદ ઇકો ગાડીનો ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News