મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા


SHARE







મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા

મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા.૨૩/૦૬/૨૦૨૫ના રોજ પુન:રચના થઇ હતી. જે અનુસંધાને મુસદ્દારૂપ વિકાસ યોજના-૨૦૪૭ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની દખાસ્તો તૈયાર કરી બોર્ડ બેઠકમાં મુસદ્દારૂપ શહેરી વિકાસ યોજનાને સર્વાનુમતે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ,૧૯૭૬ની કલમ -૯ તથા અધિનિયમ, ૧૯૭૬ની કલમ -૧૩ હેઠળ પ્રસિધ્ધ કરવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યુ હતુ.

જે ગુજરાત સરકારના રાજ્યપત્રમાં તા. ૨૧/૦૮/૨૦૨૬ના રોજ પ્રસિધ્ધ કરાયુ છે. મુસદ્દારૂપ વિકાસ યોજના જાહેર જનતાના વાંધા સૂચનો આ યાદી પ્રસિધ્ધ થયાના તારીખથી બે મહિનાની અંદર લેખિતમાં ચાર નકલમાં આધાર પુરાવાસહ રજુ કરવાના રહેશે. અને વાંધા સુચનો જાહેર જનતાએ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સતામંડળની કચેરી, મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન કચેરી ખાતે રજા સિવાયના દિવસે મોકલી શકશે. તેમ મુખ્ય કારોબારી અધિકારી મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જણાવાયું છે.




Latest News