મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા
મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ
SHARE
મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ
મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે મહાપાલિકાની નવી ઝોન કચેરીનું બિલ્ડીંગ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ભરતી ભરવા માટે થઈને મેટલ નાખવાના બદલે સીરામીક વેસ્ટ મટીરીયલના ઢગલા કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખને મળી હતી જેથી પ્રમુખ ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સ્થળ ઉપર કચેરીના બાંધકામમાં લોટ, પાણીને લાકડા જેવો ઘાટ જોવા મળ્યો હતો જેથી આ અંગે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને મોરબી મહાપાલિકાના મેયર, કમિશનર તથા બાંધકામ વિભાગના ઇજનેરો દ્વારા સ્થળ વિઝીટ કરીને ટેન્ડરની શરતો મુજબ બાંધકામ કરવામાં આવી રહ્યું ન હોય તો કોન્ટ્રાકટર સામે પગલાં લેવામાં અને ટેન્ડરની શરત મુજબની કામ થાય તેવી માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો મૂકવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં માળિયા ફાટક ચોકડી પાસે સર્કિટ હાઉસની બાજુમાં હાલમાં મહાપાલિકાની ઝોન ઓફિસ બનાવવા માટેનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને બાંધકામ જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે તે કોન્ટ્રાક્ટર દ્વારા નવી બિલ્ડિંગના પાયામાં મેટલ નાખીને મજબૂત કામ કરવાના બદલે હાલમાં સીરામીક વેસ્ટ મટીરીયલ એટલે કે માટીના ભુક્કાના ઢગલા કરવામાં આવી રહ્યા છે અને અતિ નબળી ગુણવત્તાનું કામ ત્યાં કરવામાં આવી રહ્યું છે જેથી કરીને હાલમાં શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા ત્યાં સ્થળ ઉપર જે મટીરીયલને ભરતી ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાના ખર્ચે મહાપાલિકાની કચેરી બની રહી છે ત્યારે ત્યાં સારામાં સારી ગુણવત્તાનું મટીરીયલ ટેન્ડરની શરતો અને નિયમો પ્રમાણેનું વાપરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને હાલમાં જે કામગીરી ચાલી રહી છે તેની મોરબી મહાપાલિકાના મેયર, કમિશનર તથા બાંધકામ વિભાગના ઇજનેરો દ્વારા મુલાકાત લેવામાં આવે અને કોન્ટ્રાક્ટર દ્વારા જો ટેન્ડરની શરત મુજબનું કામ કરવામાં આવી રહ્યું ન હોય તો કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવે અને યોગ્ય ગુણવત્તા વાળું સારું બાંધકામ થાય તેવી માંગણી અને લાગણી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.