મોરબીમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે 60.63 લાખની છેતરપિંડી
SHARE
મોરબીમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે 60.63 લાખની છેતરપિંડી
મોરબીની રવાપર ચોકડી પાસે કોહિનૂર કોમ્પલેક્ષમાં આવેલ શ્રીજી આંગડિયા પેઢીમાંથી અવારનવાર આંગળીયુ કરવા માટે થઈને આવતા શખ્સે કાવતરું રચ્યું હતું અને રાજકોટ ખાતે 60.63 લાખ રૂપિયાનું આંગળીયુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આંગડિયા પેઢીના સંચાલકને તે રકમ આપવામાં આવી ન હતી જેથી તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાની ભોગ બનેલા વેપારીએ બે શખ્સોની સામે નામ જોગ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ જોડિયા તાલુકાના કેસિયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીતિન સોસાયટીમાં રહેતા અને આંગડિયા પેઢીનો ધંધો કરતા વિપુલભાઈ મોતીભાઈ ગોધવી (45) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ રહે. સનાળા મોરબી તથા નિમેષભાઈ આચાર્ય અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓની કોહિનૂર કોમ્પલેક્ષમાં આવેલ શ્રીજી આંગડિયા પેઢીમાંથી આરોપી અવારનવાર આંગળીયુ કરવા માટે થઈને આવતા હતા અને ફરિયાદી સાથે વિશ્વાસ કેળવીને બંને આરોપીઓએ તેના મળતીયાઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું અને ફરિયાદી પાસેથી રાજકોટ ખાતે આવેલ શ્રીજી આંગડિયા પેઢીમાં 60,63,400 નું આંગડિયું કરાવવામાં આવ્યું હતું અને આ રકમ ત્યાંથી નૈમિશભાઈ આચાર્ય લઈ ગયો હતો ત્યારબાદ ફરિયાદીને તે રકમ પાછી આપવામાં આવી નથી અને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.