મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા ટંકારાના લજાઈ ગામેથી એક્ટિવામાં પત્નીને બેસાડીને જડેશ્વર મેળામાં જતાં યુવાનને નડ્યો અકસ્માત: દંપતી સારવારમાં મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં શ્રમિક યુવાન અને અણિયારી ગામે વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત:  મોરબીના જીકિયારી ગામે ઉલ્ટી-ઊબકા બાદ 9 વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે નવી બનેલ સોસાયટીમાંથી બાઈકની ચોરી


SHARE







મોરબીના લાલપર ગામ પાસે નવી બનેલ સોસાયટીમાંથી બાઈકની ચોરી

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સરદાર પટેલ સ્ટેડિયમ પાસે નવી બનેલી સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને યુવાન દ્વારા પોતાના બાઇકને શોધવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ બાઈક મળ્યું ન હોવાથી હાલમાં તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ તાલુકા શાળા પાછળ સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલ નવી સોસાયટીમાં રહેતા મયુરભાઈ પોપટભાઈ માવદીયા જાતે પ્રજાપતિ (ઉમર ૩૪) એ ગત તા.૯-૬ ના રોજ સાંજના સાત વાગ્યાથી લઈને ૧૧-૬ ના બપોરના ત્રણ વાગ્યા સુધી પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૨૫ એન ૪૯૧ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક ચોરી થયું હોય યુવાને પોતાની રીતે શોધખોળ કરી હતી પરંતુ બાઈકનો કોઈ જગ્યાએથી પત્તો નહીં લાગતા હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોનગર વિસ્તારમાં રહેતા મુમતાઝબેન અબુભાઈ કટિયા નામની ૨૬ વર્ષીય મહિલાને રણછોડનગર વિસ્તારમાં આવેલ સીટીઝન કારખાના પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેણીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા એએસઆઈ વી.ડી.મેતા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલી જવાહર સોસાયટીમાં રહેતા કૌશિક રમેશભાઈ સોલંકી નામના ૨૮ વર્ષના યુવાને તેના ઘેર કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે સીટી બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.




Latest News