કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દેશીદારૂની ચાર ભઠ્ઠી ઉપર રેડ : દારૂના સેમ્પલ લેવાનું કામગીરી પણ ચાલુ !


SHARE







મોરબી જીલ્લામાં દેશીદારૂની ચાર ભઠ્ઠી ઉપર રેડ : દારૂના સેમ્પલ લેવાનું કામગીરી પણ ચાલુ !

બોટાદ જિલ્લાનો લઠ્ઠાકાંડ ૪૦ થી વધુ લોકોની જિંદગી ભરખી ગયો હોય સમગ્ર રાજ્યની પોલીસ દ્વારા દારૂ ઉપર ઘોંસ બોલાવવામાં આવી રહી છે.જોકે જે કામગીરી નિત્યક્રમ મુજબ થવી જોઈએ તેમાં આંખ આડા કાન કરીને તેમાંથી કોઈને કોઈ રીતે લાભ લેવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો આજે આટલા દારૂના કેશો થાય તો દૈનિક આ દારૂનું વેચાણ તો ચાલુ જ હોય છે સ્થાનિક લોકો ફરિયાદો પણ કરે છે, પણ ત્યારે કોઇ પગલા લેવામાં આવતા નથી.જ્યારે આવી કોઈ મોટી ઘટના બને ત્યારે જ સ્મશાન વૈરાગ્ય જાગ્યો હોય તેમ સરકારી ચોપડે કમગીરી બતાવવા રેડની કામગીરી કરવામાં આવતી હોય છે જે બાબત હાલ લોકોમાં ટીકાને પાત્ર બની રહી છે.

મોરબી જિલ્લાના વાંકાનેર, માળીયા અને હળવદ તાલુકામાં જુદીજુદી ચાર જગ્યાએ સ્થાનિક પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા આથા સહિતના મુદામાલને પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે તેમજ કામગીરી બતાવવા માટે પોલીસ અગાઉની જેમ જ હાલમાં પણ દારૂના સેમ્પલ લેવાની કામગીરીને પણ ચાલુ રાખેલ છે.

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે દારૂનો જથ્થો ઘરમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રહેતી રેખાબેન મનીષભાઈ સરાવાડીયા જાતે કોળી (૩૨) નામની મહિલાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે તૈયાર દેશી દારૂ ૧૦ લિટર તેમજ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦૦ લીટર આથો અને અન્ય મુદ્દા માલ મળીને પોલીસે કુલ ૧૩૫૦ રૂપિયાના મુદ્દા માલ સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરી આગળની કાર્યવાહી યાદ કરી હતી.

વાંકાનેર તાલુકાના લિંબાળા ગામની સીમમાં ઢકવાળી વાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૫ લીટર આથો તેમજ ૯ લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો અને અન્ય સાધન સામગ્રી મળીને પોલીસે ૭૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પ્રવીણભાઈ ગોવિંદભાઈ સીતાપરા જાતે કોળી (૩૭) રહે.લિંબાળા નવા પ્લોટ વાળાની ધરપકડ કરેલ છે.

માળીયા મીંયાણા તાલુકાના નવાગામ પાસે આવેલ બાવળની જાળીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દોઢસો લીટર ગરમ તેમજ ઠંડો આથો તેમજ ૧૦ લીટર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને પોલીસે સ્થળ ઉપરથી ૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી હનીફ આમદભાઈ કટિયા જાતે મિંયાણા (૨૨) રહે.નવાગામ વાળાની ધરપકડ કરેલ છે.

હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં આવેલ વાડીએ પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આખોથી મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૦૦ રૂપિયાની કિંમતમાં મુદ્દામાલને કબ્જે કર્યો હતો જોકે, વાડીનો માલિક રમેશ નવઘણ દેત્રોજા જાતે કોળી ત્યાં સ્થળ ઉપર હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


એક બોટલ દારૂ
મોરબીના નવા બસ સ્ટેશન પાસેથી પસાર થતાં બે શખ્સોને પોલીસે રોકીને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે મયુર મનસુખભાઈ બારોટ (ઉંમર ૩૩) રહે.નાનીવાવડી ગામ કબીર આશ્રમની સામે સુંદરમ એપાર્ટમેન્ટ તેમજ રાહુલ મોહનભાઈ સોલંકી જાતે બારોટ (ઉંમર ૩૦) રહે.આનંદ નગર શેરી નં-૨ કંડલા બાયપાસ મોરબી વાળાઓની ધરપકડ કરી હતી.

કેફી પીણાં સાથે એક પકડાયો
મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસેથી બામણકા સીમમાં જવાના રસ્તા ઉપર પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સુરેન્દ્રભાઇ પરસોતમભાઈ રાઠોડ (ઉંમર ૫૨) રહે.મોરબી માળિયા હાઇવે ઉપર બાદુરગઢ પાટીયા પાસે શેરે પંજાબ હોટલમાં મૂળ રહે.ગોરેગાંવ મુંબઈ વાળો ૩૫ લિટર કેફી પીણાં સાથે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૭૦૦ રૂપિયાની કિંમતનું કેફી પીણું કબ્જે કરીને તેની સામે ગુનો નોંધ્યો હતો અને તેની પાસેથી રફીક હાજી મિયાણા રહે.ખીરઈ માળીયા(મિં.) નું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News