મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં
SHARE
મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં
મોરબીની રવાપર ચોકડી પાસે શનાળા ગામે રહેતા મૂળ નેપાળના ૩૦ વર્ષીય લક્ષ્મણ જાંગ નામના યુવાન ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, લક્ષ્મણ જાંગ રવાપર ચોકડી નજીક આવેલી જૈન ખમણની દુકાનમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.દરમિયાન બે હુમલાખોરોએ તેના માથાના ભાગે છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો અને ત્યારબાદ બંને શખ્સો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા.
હુમલાની જાણ થતાં પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે, બાઈક લઈ જવા તથા બાદમાં અન્ય બાઈક આપી જવા બાબતે તેમજ પૂછ્યા વગર બુટ લઈ જવા મુદ્દે બોલાચાલી અને ઝઘડો થયો હતો.આ જ મામલે ઉગ્ર બોલાચાલી બાદ યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.હાલ પોલીસે હુમલામાં સંડોવાયેલા શખ્સને રાઉન્ડ અપ કરી વધુ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.