મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જમાતખાના પાસેથી તને હવા છે કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના જમાતખાના પાસેથી તને હવા છે કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેરમાં જમાતખાના પાસેથી યુવાન રિક્ષામાં બેસવા જતો હતો ત્યારે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને છરીનો એક ઘા હાથમાં ઝીકવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ હાલમાં ત્રણ શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના કુંભારપરામાં ભઠ્ઠી વિસ્તારની અંદર રહેતા મોસીનભાઈ સિકંદરભાઈ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૩) એ હાલમાં સાજીદભાઈ રૂસ્તમાભાઈ,  રૂસ્તમાભાઈ, તેમજ ડાડલી રહે. બધા જ વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે જમાતખાના પાસેથી તે પરીક્ષામાં બેસવા માટે જતા હતા ત્યારે સાજીદભાઈ રૂસ્તમાભાઈ તેની પાસે આવ્યો હતો અને અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને તને હવા છે તેવું કહીને તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપી હતી અને પોતાના હાથમાં રહેલ છરી વડે તેને જમણા હાથની કોણી નીચેના ભાગમાં ઘા ઝીકયો હતો અને મોઢા ઉપર છરીનો ઊંધો ઘા માર્યો હતો તેમજ રૂસ્તમાભાઈએ તેની પાસે રહેલ લાકડી વડે તેને માર માર્યો હતો અને તેની સાથે રહેલ ડાડલીએ પણ તેને માર માર્યો હતો અને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મોસીન શાહમદારએ સારવાર લીધા બાદ હાલમાં ત્રણેય શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે






Latest News