મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રેશનિગની દુકાનો અનિયમીત ખુલતી હોવાથી ગ્રાહકોને ભારે મુશ્કેલી: કલેક્ટરને રજૂઆત


SHARE





મોરબીમાં રેશનિગની દુકાનો અનિયમીત ખુલતી હોવાથી ગ્રાહકોને ભારે મુશ્કેલી: કલેક્ટરને રજૂઆત

મોરબી જીલ્લામાં તાજેતરમાં પુરવઠા વિભાગમાં નવા અધિકારી મૂકવામાં આવ્યા છે ત્યારે તાલુકા તથા જીલ્લાના ધણા પ્રશ્નો વણઉકેલાયેલા રહ્યા છે. જેવા કે મોરબી સીટીમાં રાશનકાર્ડની ધણી દુકાનો ધણા સમયથી ચાર્જમાં ચાલે છે તેનું વહેલી તકે જાહેરનામું બહાર પાડવું જોઇએ જેથી કોઇ પરીવારને તેનો લાભ મળેદુકાનો અનિયમીત ખુલે છે અને સરકારની સુચના મુજબ કાર્ડધારકોને કયા ગ્રાહકને કેટલો અનાજનો જથ્થો મળે તેનું બોર્ડ મુકવું જોઇએ તે ધણી દુકાનો જોવા મળતુ નથી અને રાશનકાર્ડધારકોને બીલ પણ આપતા નથી અને બીલ કરતા પાંચ રૂપીયા કાર્ડ દીઠ વધારે લેવામાં આવે છે.

સરકારએ વન રેશન યોજના દાખલ કરેલ કે રાશનકાર્ડ ધારક કોઇપણ દુકાનેથી પોતાનું રાશન કાર્ડ વડે રાસન લઇ શકે જેને પોર્ટેબેલીટી તરીકે ઓળખવામાં આવે છે તેનો કોઇ ચાર્જ થતો નથી. સરકારએ દુકાનદારને દર સોમવારે રજા રાખેલ છે પરંતુ ઘણા દુકાનદારો પોતાની મરજી મુજબ રજા રાખે છે..! જેથી પ્રજા હેરાન થાય છે. અને દુકાનદારો પોતાની મરજી મુજબ વર્તન કરે છે અને કેટલાક દુકાનોરો તોલ માપમાં ગોલમાલ કરે છે અને પ્રજાને ઓછુ તોલીને વજનમાં અનાજ ઓછુ આપે છે.

તો ગરીબ પરીવારનો પુરતુ અને સમયસર અનાજ મળે તેવી સામાજીક કાર્યકરો રાજુભાઇ દવેજીજ્ઞેશભાઇ પંડયાઅશોક ખરચરીયાજગદીશભાઇ બાંભણીયામુસાભાઇ બ્લોચે આમ જનતાવતી રજુઆત કરી છે અને પગલા લેવાય તેવી માંગણી કરેલ છે. સરકાર કરોડો રૂપિયા ગરીબ પ્રજા પાછળ ખર્ચ કરે છે પરંતુ અધિકારીઓની અણઆવડત કે બેદરકારી કયાંકને કયાંક કારણભુત હોય તેવું જણાય છે. આવા દુકાનદારો સામે પુરવઠા અધિકારી દ્રારા કડક હાથે કામ લેવાય તે જરૂરી છે તેવી માંગણી છે. 






Latest News