મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામી મારામારી બાદ ફરિયાદો નોંધાઇ


SHARE











મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સામસામી મારામારી બાદ ફરિયાદો નોંધાઇ

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં ગત મોડીરાત્રીના સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઘર નજીક સામસામે પથ્થર અને સોડા બોટલના છુટા ઘા કરવામાં આવતા પોલીસ મથકે સામસામી ફરિયાદો નોંધાવા પામી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના મકરાણી વાત વિસ્તારમાં તા.૨૧-૨ ના મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ઘર નજીક પથ્થર વળે તેમજ સોડા બોટલ વડે સામસામે મારામારી કરી છૂટ્ટા પથ્થર અને બોટલોના ઘા કરાયા હતા જે અંગે સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.ઉપરોક્ત બનાવ સંદર્ભે રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી મિંયાણા (૪૦) રહે.મકરાણી વાસ વાળાએ ત્યાં જ રહેતાં જાવેદ યારમહોમ્દ બ્લોચ, તૌફીક ઉર્ફે દેવો રફીક બ્લોચ, નદીમ ઉર્ફે ઢાળીયો ડાડા બ્લોચ, ઈસ્માઈલ હુસેન બ્લૉચ, તૌફીક રફીક બ્લોચ અને અનવર મુસા ખુરેશી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે અગાઉ થયેલી મારામારીના ઝઘડાનો રોષ રાખીને તેઓના ઘર પાસે શેરીમાં સોડા બોટલના છુટ્ટા ઘા કરીને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

જ્યારે સામાપક્ષેથી જાવેદ યારમામદ બ્લોચ દ્વારા વળતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેણે સામા પક્ષના રણમલ ઉર્ફે રહેમાન હાજી મુસાણી, સહેઝાદ રહેમાન મુસાણી, હુસેન અલ્લારખ્ખા શેખ, મોહસીન કાસમ અજમેરી, સિકંદર નુરમામદ મુસાણી અને નિઝામ નુરમામદ મુસાણી રહે.બધા મકરાણીવાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે જૂની અદાવતનો રંજ રાખીને તેઓના ઉપર પથ્થરમારો કરીને સોડા બોટલોના છૂટા ઘા કરવામાં આવ્યા હતા.હાલમાં બંને પક્ષોની ફરિયાદ લઈને એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એચ.એમ.પટેલે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News