સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

રાજશાહી વખતનું ટંકારાનું રેલવે સ્ટેશન તંત્રની બેદરકારીથી બન્યું ખંઢેર 


SHARE





રાજશાહી વખતનું ટંકારાનું રેલવે સ્ટેશન તંત્રની બેદરકારીથી બન્યું ખંઢેર 

રાજાશાહી વખતમાં ટંકારમાં ટ્રેનો આવતી હતી જો કે, તંત્રની બેદરકારીના લીધે આજની તારીખે આ રેલવે સ્ટેશન ખંઢેર હાલતમાં છે. અને ભાવિ ભૂતકાળ ધરાવું આ રેલ્વે સ્ટેશન પણ ભૂતકાળ બની જાય તે પહેલા યોગ્ય કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે

મોરબીના રાજા વાધજી ઠાકોર બીજાને ટંકારા માનિતુ નગર હતું. જેના કારણે અહી રાણી મહેલ, નગર ફરતે કિલ્લેબંધી અને ઉધોગ માટે પુરતું પ્રોત્સાહન પુરૂ પાડી જીનીંગ ઉદ્યોગ શરૂ કર્યો હતો. પરંતુ જેવુ રાજાશાહી મટી આઝાદીનુ ટંકારા બન્યું કે તરત ટિલાવાળુ ટંકારા તરીકે કલંકિત થતું ગયું. જેમા રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એમડી ડોક્ટર, માર્કેટ યાર્ડ, જીનિગ મિલો, તેલના ધાણા, મેડિકલ કોલેજ, સ્થાનિક રહીશો અને અનેક જરૂરિયાત વાળી સેવા માઈગ્રેટ થઈ (કે અલોપ થઇ) જતા ગામ જાણે વેરાન બની રહી ગયુ છે. જેનો જીવતો જાગતો દાખલો નગરનુ રાજાશાહી વખતનુ રેલવે સ્ટેશન પણ છે.

વાધજી ઠાકોરે મોરબીમાં ઈ.સ. ૧૮૮૪ની સાલમાં સૌ પ્રથમ વખત રેલવે પાટા નાખવા માટેનુ ખાતમુહૂર્ત કર્યુ હતું.જે વઢવાણથી મોરબી એક મિટરગેજ ફાટા માટે હતુ. જેનુ કામ માત્ર બે વર્ષની અંદર પુરૂ થયું હતું અને ૧૮૮૬મા પહેલીવાર ટ્રેન મોરબી અંદર દોડી જેનો ખર્ચ ૨૪ લાખ થયો હતો ત્યારબાદ વઢવાણથી રાજકોટ ફાટા શરૂ કરવામાં આવ્યા હતા અને એક ફાટો થાનગઢ અને ચોટિલા સુધી લંબાવ્યો એક ફાટો ધાટિલાથી ટંકારા પરંતુ ટંકારાથી રાજકોટ ફાટો રાજવીઓના કાયદાકીય દાવપેચમાં ફસાઈ જતા પડતો મુકવામાં આવ્યો હતો. જેથી ટ્રેન ટંકારાથી પાછી ફરી મોરબી જતી આવુ ધણા વર્ષો ચાલ્યું પરંતુ અંતે રેલ સેવા લુપ્ત થઈ જતા ફાટો બંધ થઈ ગયો છે.

જો કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ટંકારા આવ્યા હતા ત્યારે આર્યસમાજ દ્વારા રેલ્વે સેવા શરૂ કરવા માંગ કરી હતી. આથી તે સમયે મુખ્યમંત્રીએ કેન્દ્ર હસ્તક રેલવે હોવાનું જણાવી એની જવાબદારીમાથી હાથ ખંખેરી લીધા હતા. ત્યારે હવે કેન્દ્રમા મોદી સરકાર બની છે. આથી ટંકારામાં રેલવે શરૂ થવાની આશા જાગી હતી. પણ અફસોસ હજુ સુધી આવી આશા સાકાર થઈ નથી.

ટ્રેન બંધ થવા પાછળનું કારણ એક છે કે, દેશ આઝાદ થયો ત્યારે નવા ધોરીમાર્ગ બનાવવાના શરૂ થયા અને રાજકોટ મોરબી વાયા ટંકારા રોડ ૧૯૬૮મા બનતા અહીંથી ટ્રકોની અવરજવર વધી જેથી ટ્રેનની જગ્યાએ ગામ ગામતરે કે ખરીદી માટે આડા વાહનોમાં મુસાફરી કરતા રેલગાડી રઝળી પડી હતી અને અંતે ૧૯૭૬માં આ ફાટો બંધ થઈ ગયો હતો. જે નગરજનોને ભુલનો રહી રહીને અહેસાસ થયો જેનો આજે પણ નગરજનોને રેલવે સુવિધા નહિ હોવાનો રંજ છે.




Latest News