મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે પરિણીતાએ વાડીએ ઝેરી દવા પી લેતા રાજકોટ સારવારમાં ખસેડાઇ


SHARE











ટંકારાના નેકનામ ગામે પરિણીતાએ વાડીએ ઝેરી દવા પી લેતા રાજકોટ સારવારમાં ખસેડાઇ

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નેકનામ ગામે પૃથ્વીસિંહ દરબારની વાડીએ રહેતાં જીવણભાઈ વસુનિયા જાતે આદિવાસીના પત્ની રૂખાબેન (ઉમર ૨૫) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાએ ઝેરી દવા પી લીધા બાદ તેના પતિ હોસ્પિટલે સારવાર માટે લઇને આવ્યા હતા અને પરિણીતાનો લગ્નગાળો ત્રણ વર્ષનો છે તેને સંતાન નથી તેવું હાલમાં જાણવા મળેલ છે જોકે પરિણીતાએ કયા કારણોસર ઝેરી દવા પીધી છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે

યુવાન ગુમ

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની શેરી નંબર-૧૮ માં રહેતા અશ્વિનભાઈ વશરામભાઈ વિરમગામા જાતે પટેલ (ઉંમર ૩૪) પોતાની રૂમેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને હાલ આ યુવાન ગુમ થયેલા હોવાથી તેના નાના ભાઈ જીગ્નેશભાઈ વશરામભાઈ વિરમગામા (૩૨)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાનો ભાઈ ગુમ થયો હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુદા ફરિયાદ લઈને યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News