સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણાથી પડધરી જવાનો બિસ્માર રસ્તો રીપેર નહીં કરવામાં આવતા લોકોમાં ભારે રોષ


SHARE





ટંકારાના મિતાણાથી પડધરી જવાનો બિસ્માર રસ્તો રીપેર નહીં કરવામાં આવતા લોકોમાં ભારે રોષ

મોરબી જિલ્લાના મુખ્યમથકોએથી  ગ્રામ્ય વિસ્તારને જોડતાં રોડ રસ્તા છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે તેમ છતાં પણ સરકારી ગ્રાન્ટ આવતી ન હોય કે પછી આવી ગહોવા છતાં પણ કોઈ કારણોસર રોડ રસ્તા બનાવવામાં આવતા નથી જેથી કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકોને આ બિસ્માર રોડ રસ્તા ઉપરથી નાછૂટકે પસાર થવું પડે છે જેથી તેને શારીરિક તેમજ વાહન નુકસાની સહન થતી હોય છે તે સહન કરવી પડતી હોય છે આ અંગે અવારનવાર જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો દ્વારા તૂટી ગયેલા રોડ રસ્તા રીપેર કરવા માટે થઈને રજૂઆતો કરવામાં આવતી હોય છે જોકે, તેને ધ્યાને લઇને નક્કર કામગીરી ન કરવામાં આવતી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આવી જ રીતે ટંકારા તાલુકાના મિતાણા ગામથી પડધરી તરફ જવાના રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જેથી કરીને આ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા એક નહીં પણ અનેક વખત રજુઆત કરવામાં આવી છે પરંતુ આજની તારીખે આ બિસ્માર રોડને રીપેર કરવામાં આવેલ નથી જેથી લોકોને નાછૂટકે તૂટી ગયેલા ભંગાર રસ્તા ઉપરથી અવરજવર કરવી પડતી હોય છે વધુમાં ગ્રામજનોના કહેવા પ્રમાણે આ રસ્તા ઉપરથી ૧૦૮ કે  એમ્બ્યુલન્સને લઈને જવું પણ મુશ્કેલ બની જતું હોય છે અને ખાસ કરીને સગર્ભા મહિલાઓને એમ્બ્યુલન્સ કે ખાનગી વાહન લઇને જતા હોય ત્યારે મુશ્કેલી થતી હોય છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી કે પદાધિકારીઓ દ્વારા આ બિસ્માર રોડ રીપેર કરવા માટે નક્કર કામ કરવામાં આવતું નથી જેથી કરીને ગ્રામજનોમાં અધિકારી અને પદાધિકારી સામે ભારોભાર રોષની લાગણી ફેલાઇ છે 




Latest News