મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ભાજપ યુવા મોરચાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે મોરબી જીલ્લાના સુખદેવભાઈ દેલવાણીયાની નિમણુંક


SHARE











ભાજપ યુવા મોરચાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે મોરબી જીલ્લાના સુખદેવભાઈ દેલવાણીયાની નિમણુંક 

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના યુવા મોરચા ની સંગઠનાત્મક નિમણુંકો કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાંથી પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સુખદેવભાઈ રમેશભાઈ દેલવાણીયાની નિમણુંક કરવામાં આવી છે.

હાલમાં મોરબીમા વકિલાતનો વ્યવસાય કરતા સુખદેવભાઈ રમેશભાઈ દેલવાણીયા વર્તમાન મા પ્રભારી કચ્છ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા જવાબદારી વહન કરી રહ્યા છે. તેઓ પુર્વમાં ABVP અખિલ ભારતીય વિધાર્થી પરિષદ મા ૨૦૦૮ થી ૨૦૧૫ સુધી  મા અલગ અલગ જવાબદારીઓ વહન કરેલ હતી આ ઉપરાંત કેશવ ક્રેડિટ સોસાયટી મોરબી બ્રાન્ચ - ડિરેક્ટર ૨૦૨૧ થી ૨૦૨૩, પ્રભારી ગીર સોમનાથ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચા જેવી અનેક જવાબદારીઓ વહન કરેલ છે. તેઓનો અભ્યાસ બી.કોમ,એમ.એસ.ડબલ્યુ,એલ.એલ.બી સુધીનો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આજે યુવા મોરચાના પ્રદેશ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષી દ્વારા કુલ ૨૧ પદાધિકારીઓની નિમણૂક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના સુખદેવ રમેશભાઈ દેલવાણીયાને પ્રદેશ ઉપાધ્યક્ષની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી તેઓને ઠેરઠેરથી આવકાર મળી રહ્યો છે.






Latest News