મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી-૨૦૨૭ પ્રિટેસ્ટ માટે ટંકારાના ૨૫ ગામોની પસંદગી: શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા


SHARE











કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી-૨૦૨૭ પ્રિટેસ્ટ માટે ટંકારાના ૨૫ ગામોની પસંદગી: શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા

ભારતની વસ્તી ગણતરી૨૦૨૭ ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી પ્રિટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં રહી છે. જે અંતર્ગત પ્રિટેસ્ટિંગ માટે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની પસંદગી કરવામાં આવી છે અને ૨૫ ગામનો આ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે કામગીરીના ભાગરૂપે ટંકારામાં એમપી દોષી વિદ્યાલય ખાતે બે બેચમાં શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ગામોમાં વસ્તી પ્રોફાઇલ, પરિવારોની સંખ્યા, વર્ગીકરણ, શિક્ષણ, રોજગાર, આવાસ સુવિધા, ખાણી પાણી અને સ્વચ્છતા જેવી માહિતીઓને ડિજિટલ પદ્ધતિથી ચોક્કસ રીતે એકત્ર કરવાની પદ્ધતિ સમજાવવાનો છે. જેથી આ તાલીમ દ્વારા  વસ્તી ગણતરીની કામગીરી ડિજિટલ રૂપે કરવા મોબાઈલ એપમાં સર્વે, ડિજિટલ ડેટા કલેકશન, ગણતરીની એન્ટ્રી અને કુટુંબની લેવાની જરૂરી માહિતી તથા વસતી ગણતરી અંગે પ્રાથમિક જાણકારી શિક્ષકોને આપવામાં આવી હતી. ઉપરાંત સર્વે સમયે લોકો સાથે સદભાવપૂર્ણ વ્યવહાર, ડેટાની ગુપ્તતા અને સચોટતા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટંકારા તાલુકાના કુલ ૨૫ ગામો માટે પસંદ કરાયેલા શિક્ષકો આગામી દિવસોમાં પ્રાયોગિક સર્વે હાથ ધરશે. આ પ્રિટેસ્ટના આધારે આગામી મુખ્ય વસ્તી ગણતરી પ્રક્રિયા વધુ અસરકારક બનશે. આ તાલીમમાં તાલુકાના મામલતદાર પી.એન. ગોર, નાયબ મામલતદાર પી.એચ. પરમાર અને કર્મચારીઓ, શાળાના શિક્ષકો અને તાલીમ માટે નિષ્ણાત ટીમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News